android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Balasore : જંગલમાં અચાનક મળી આવ્યા 5 ‘વનમાનુષ’, ઓરંગુટાન ઓડિશા પહોંચ્યા કેવી રીતે ? Video

calendar_todaySeptember 9, 2026

Balasore : જંગલમાં અચાનક મળી આવ્યા 5 ‘વનમાનુષ’, ઓરંગુટાન ઓડિશા પહોંચ્યા કેવી રીતે ? Video

ઓડિશાના બાલાસોરમાંથી એક એવી ઘટના સામે આવી છે જેણે વન્યજીવ જગતને ચોંકાવી દીધું છે. બાદાપાઈ ગામ નજીક રણકથા પ્રોટેક્ટેડ રિઝર્વ ફોરેસ્ટમાં 5 નાનકડા ઓરંગુટાન મળી આવ્યા હોવાની માહિતી સામે આવી છે. તેમાં 2 માદા અને 3 નર હોવાનું જણાવાઈ રહ્યું છે અને તમામની ઉંમર 1 વર્ષથી ઓછી હોવાનું કહેવાય છે. સૌથી મોટો સવાલ એ છે કે ઓરંગુટાન ભારતના કુદરતી જંગલોમાં જોવા મળતા જ નથી.

4,000 KM દૂરથી ઓડિશા સુધી કેવી રીતે પહોંચ્યા?

ઓરંગુટાનનું કુદરતી નિવાસસ્થાન ભારતથી આશરે 4,000 KM દૂર ઇન્ડોનેશિયા અને મલેશિયાના ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો છે. તેથી બાલાસોરમાં આ 5 બચ્ચાંનું મળી આવવું અત્યંત અસામાન્ય માનવામાં આવી રહ્યું છે. વન વિભાગ તસ્કરીની શક્યતા સહિત વિવિધ પાસાંની તપાસ કરી રહ્યું છે, જોકે અત્યાર સુધી કોઈ ચોક્કસ કારણની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

5 Orangutans Found in Balasore, Smuggling Angle Under Investigation

આ સામાન્ય વાંદરા નથી, દુનિયાના ખાસ કપિ છે

ઓરંગુટાન એશિયામાં જોવા મળતા એકમાત્ર ગ્રેટ એપ છે. વિશ્વમાં તેમની 3 પ્રજાતિઓ છે—બોર્નિયન, સુમાત્રન અને તપાનુલી. હાલમાં તેઓ મુખ્યત્વે ઇન્ડોનેશિયા અને મલેશિયાના કેટલાક વરસાદી જંગલોમાં જોવા મળે છે.

5 Orangutans Found in Balasore, Smuggling Angle Under Investigation

‘જંગલનો માણસ’ નામ પાછળનું રહસ્ય શું?

ઓરંગુટાન શબ્દનો અર્થ ‘જંગલનો માણસ’ થાય છે. તેમની બુદ્ધિમત્તા, ચહેરાના હાવભાવ અને વસ્તુઓનો ઉપયોગ કરવાની ક્ષમતા માનવ વર્તન સાથે સામ્ય ધરાવે છે. તેઓ પાંદડાં, ડાળીઓ અને અન્ય વસ્તુઓનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરી શકે છે.

 


આ બચ્ચાં વર્ષો સુધી માતા પાસેથી શું શીખે છે?

ઓરંગુટાનના બચ્ચાં લાંબા સમય સુધી પોતાની માતા સાથે રહે છે. કેટલાક કિસ્સામાં તેઓ આશરે 7 વર્ષ કે તેથી વધુ સમય માતા પાસેથી ખોરાક ઓળખવા, વૃક્ષો પર રહેવા અને જંગલમાં સુરક્ષિત જીવન જીવવાની રીતો શીખે છે.

હવે સૌથી મોટો સવાલ—આ પાંચેય અહીં પહોંચ્યા કેવી રીતે?

ઓરંગુટાનની ત્રણેય પ્રજાતિઓ ગંભીર સંકટમાં છે. જંગલોનો નાશ, ખેતી માટે જમીનનો ઉપયોગ, શિકાર અને ગેરકાયદે વેપાર તેમના અસ્તિત્વ માટે મોટો ખતરો છે. બાલાસોરમાં મળેલા 5 ઓરંગુટાન તેમના કુદરતી નિવાસસ્થાનથી હજારો KM દૂર હોવાથી તસ્કરીની આશંકાએ સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવી દીધો છે. હવે તપાસમાં એ બહાર આવશે કે આ નાનકડા વનમાનુષોને ભારત સુધી કોણ અને કેવી રીતે લાવ્યું. 


આ પણ વાંચો   :     Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું