android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Balochistan મામલે ભારતે Pakistanના આરોપો ફગાવ્યા,  MEA પાકિસ્તાનની આંતરિક નિષ્ફળતા ગણાવી

calendar_todayFebruary 1, 2026

Balochistan મામલે ભારતે Pakistanના આરોપો ફગાવ્યા, MEA પાકિસ્તાનની આંતરિક નિષ્ફળતા ગણાવી


ભારતે પાકિસ્તાનની આંતરિક નિષ્ફળતાઓ ગણાવી તેને જ અરીસો બતાવ્યો છે. અને સ્થાનિકોની માગ પૂર્ણ કરવા પાકિસ્તાનને સૂચન કર્યુ છે.

ઇસ્લામાબાદની પોતાની આંતરિક નિષ્ફળતા

ભારતે બલૂચિસ્તાનમાં શાંતિ ભંગ કરવાના પ્રયત્નમાં ભારતનો હાથ હોવાનો પાકિસ્તાનનો આરોપ ફગાવ્યો છે. ભારતે કહ્યુ કે, આ ઇસ્લામાબાદની પોતાની આંતરિક નિષ્ફળતામાંની ધ્યાન ભટકાવવા માટે જૂની ચાલ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ આરોપોને ફગાવ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યુ હતુ કે, તેઓ પાકિસ્તાનના તમામ આરોપો નકારે છે. જે પોતાની આંતરિક નિષ્ફળતાઓથી ધ્યાન ભંગ કરવા માટે આ કામ કરી રહ્યુ છે.

આધાર વિનાના આરોપોના સ્થાને માગ કરો પૂર્ણ

પાકિસ્તાન પાસે પોતાનો બચાવ કરવા માટે કોઇ વિકલ્પ નથી. તો રણધીર જયસ્વાલે વધુમાં કહ્યુ હતુ કે, પાકિસ્તાનની સેનાના આધાર વિનાના સવાલનો જવાબ આપવાનું તેઓ જરુરી સમજતા નથી. વિદેશ મંત્રાલયે કહ્યુ હતુ કે, જ્યારે પણ કોઇ હિંસક ઘટના થાય છે ત્યારે આધાર વિનાના દાવા વાગળવામાં આવે છે. પાકિસ્તાને આરોપો લગાવવાના સ્થાને જનતાની માગ પર્ણ કરવા બાબતે ધ્યાન આપવું જોઇએ.

પાકિસ્તાન અને બલૂચિસ્તાનની લડાઇ

પાકિસ્તાન સેનાએ કહ્યુ હતુ કે, બલૂચિસ્તાન પ્રાંતમાં પાકિસ્તાની સુરક્ષા દળો તરફથી કરવામાં આવેલા આતંકવાદ વિરોધી અભિયાનમાં 15 પાકિસ્તાની સૈનિકો અને 92 આંતકવાદીઓ માર્યા ગયા હતા. એક નિવેદનમાં કહેવાયુ છે કે, અભિયાન જાતીય બલૂચ સમૂહ સાથે જોડ઼ાયેલા આતંકવાદીઓ દ્વારા હુમલાઓ કર્યા બાદ શરુ કરવામાં આવ્યા હતા. ચાર સુરક્ષા અધિકારીઓ મુજબ બલૂચિસ્તાનના દક્ષિણ-પશ્ચિમી પ્રાંતના કેટલાક શહેરમાં પાકિસ્તાનની સુરક્ષા દળો સાથેની લડાઇમાં 67 આંતકીઓ માર્યા ગયા હતા.

આ પણ વાંચોઃ World News: ડોનાલ્ડ ટ્રમ્પના શપથવિધિના 4 દિવસ પહેલા કરાયો હતો સીક્રેટ કરાર, સ્પાય શેખે આ કંપનીમાં ખરીદી હતી 49%ની હિસ્સેદારી