calendar_todayOctober 14, 2026
Banaskantha : ઓઢા ગામે થયેલ યુવકની હત્યાનો આરોપી ઝડપાયો
ઓગડ તાલુકાના ઓઢા ગામે સામાન્ય બોલાચાલી દરમિયાન યુવકની હત્યાની ઘટના સામે આવતાં પંથકમાં ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, થોડા દિવસો અગાઉ બોલાચાલી દરમિયાન લીલાભાઈ ઠાકોરને બેટ વડે ફ્ટકો મારવામાં આવ્યો હતો, જેના પગલે તેમનું મોત નીપજ્યું હતું. સામાન્ય બોલાચાલીએ ગંભીર સ્વરૂપ ધારણ કરતાં એક યુવકે જીવ ગુમાવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી. બનાવને પગલે થરા પોલીસે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસની ઝડપી કામગીરીના પગલે આ કેસના આરોપી વિજય પરમારને ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી તેને જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઓઢા ગામમાં બનેલી આ ઘટનાએ સામાન્ય બોલાચાલી અને ઉશ્કેરાટના ગંભીર પરિણામો અંગે ફ્રી એકવાર ચિંતા ઊભી કરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો