android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Banaskantha: આકસ્મિક દરોડામાં ખનીજચોરી કરતાં 13 વાહનો જપ્ત, 32 લાખનો દંડ ફટકારાયો

calendar_todayJanuary 1, 2026

Banaskantha: આકસ્મિક દરોડામાં ખનીજચોરી કરતાં 13 વાહનો જપ્ત, 32 લાખનો દંડ ફટકારાયો

બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ પાલનપુર ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા અલગ અલગ જગ્યાએ ટીમો બનાવી આકસ્મિક રેઇડ કરી ખનીજચોરી કરતા ૧૩ વાહનો જપ્ત કરવામાં આવ્યા અને ૩૨ લાખની દંડની કાર્યવાહી કરવામાં આવી છે.આ કાર્યવાહી અંતર્ગત વડા તા.ઓગડ ખાતેથી ૫ ડમ્પર સાદી રેતી ખનીજ રોયલ્ટી પાસ વગર વહન કરતા સીઝ કરી જપ્ત કરી અને આ મુદામાલ થરા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે.

૧૨૬ કરોડની મહેસુલી આવક ઉભી કરાઈ

અમીરગઢ તાલુકાના ચીકણવાસ ખાતેથી બિનઅધિકૃત ખનન કરતું એકસેવેટર મશીન જપ્ત કરવામાં આવ્યું છે તથા કાંકરેજ તાલુકાના આંગણવાડા ખાતેથી બિનઅધિકૃત સંગ્રહ સાથે સંકળાયેલ ૦૧ લોડર અને ૦૨ વાહન સહીત ૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ૦૭ લાખની દંડની વસુલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી ગુરપ્રીતસિંહ સારસ્વાના નેતૃત્વમાં બનાસકાંઠા જિલ્લામાં માત્ર ૦૯ માસમાં જ બિન અધિકૃત ખનન, વહન, સંગ્રહના ૯૪૧ કેસો ઝડપી પાડીને ૧૮ કરોડથી વધુની વસુલાત કરી છે અને જીલ્લાની ચાલુ વર્ષમાં જ ૧૨૬ કરોડની મહેસુલી આવક ઉભી કરાઈ છે.


આ પણ વાંચોઃ Ahmedabad:શેરબજારમાં રોકાણના નામે ફ્રોડમાં EDની કાર્યવાહી, ગોલ્ડ અને સિલ્વર સહિત રોકડ જપ્ત કરાઈ