android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Banaskantha : ભાભરના નેસડા ગામે દારૂબંધીને લઇ નિર્ણય, દારુ વેચતા પકડાશે તો 21000નો દંડ, દારુ પીનારને 11000નો દંડ કરવામાં આવશે

calendar_todayJanuary 14, 2026

Banaskantha : ભાભરના નેસડા ગામે દારૂબંધીને લઇ નિર્ણય, દારુ વેચતા પકડાશે તો 21000નો દંડ, દારુ પીનારને 11000નો દંડ કરવામાં આવશે

બનાસકાંઠા જિલ્લાના ભાભરના નેસડા ગામે દારૂની વધતી પ્રવૃતિને લઈ ગ્રામજનોએ સંયુક્ત રીતે નિર્ણય લઇ કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. નિલકંઠ મહાદેવ મંદિર ખાતે ગામના અનેક નાગરિકો એકઠા થયા અને ગામમાં દારૂની પ્રવૃત્તિ સંપૂર્ણપણે બંધ કરવા માટે સર્વસંમતિથી નિયમો બનાવ્યા.

જો કોઈ દારૂ વેચતો પકડાશે તો 21,000 રૂપિયાનો દંડ

નિયમો અનુસાર, જો કોઈ દારૂ વેચતો પકડાશે તો 21,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. જ્યારે કોઈ દારૂ પીતા પકડાય તો 11,000 રૂપિયાનો દંડ થશે. આ નિર્ણય ગામના લોકો દ્વારા દારૂની હાનિકારક અસરથી બચાવા માટે કરાયો છે.

માતાજી અને ભગવાનની સાક્ષી હેઠળ આ નિયમોનું પાલન કરવાની શપથ લીધા

ગ્રામજનોએ મંદિર ખાતે માતાજી અને ભગવાનની સાક્ષી હેઠળ આ નિયમોનું પાલન કરવાની શપથ લીધા છે. ગામના લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે કે આ પગલાંના કારણે નશીલા પદાર્થો પર નિયંત્રણ આવશે.


આ પણ વાંચો----    Amit Shah In Gujarat : ઉત્તરાયણ પર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યા ભગવાન જગન્નાથના દર્શન