android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Banaskantha : આંગણવાડા ગામમાં ખેતરમાંથી રૂ. 3.04 લાખનો દારૂ ઝડપાયો

calendar_todayOctober 26, 2026

Banaskantha : આંગણવાડા ગામમાં ખેતરમાંથી રૂ. 3.04 લાખનો દારૂ ઝડપાયો

બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધીના અમલીકરણની અસરકારકતા સામે ગંભીર સવાલો ઉભા થાય તેવી ઘટના કાંકરેજ તાલુકામાં સામે આવી છે. જિલ્લાની એલસીબી ટીમે આંગણવાડા ગામની સીમમાં આવેલા એક ખેતરના મકાનમાં દરોડો પાડીને રૂ. 3.04 લાખથી વધુની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, એલસીબી પાલનપુરને મળેલી ચોક્કસ બાતમીના આધારે આજે સવારે કાર્યવાહી કરવામાં આવી હતી. આંગણવાડા નિવાસી ખેતુભા નથુભા વાઘેલાના કબજાના ખેતરમાં રહેણાંક મકાનમાં છૂપી રીતે દારૂનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સ્થળ પરથી વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી કુલ 1000 જેટલો જથ્થો મળી આવ્યો હતો. દરોડા સમયે આરોપી સ્થળ પરથી નાસી છૂટવામાં સફ્ળ રહ્યો હતો. જપ્ત કરાયેલો મુદ્દામાલ શિહોરી પોલીસને સોંપી પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેની આગળની તપાસ થરા પોલીસને સોંપાઈ છે. ફરાર આરોપીને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.સ્થાનિક તંત્રની ભૂમિકા ચર્ચામાં ઉલ્લેખનીય છે કે, આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ગ્રામ્ય વિસ્તારમાં સંગ્રહાયેલો હોવા છતાં સ્થાનિક બીટ પોલીસને તેની જાણ ન થવી અનેક તર્ક-વિતર્ક સર્જી રહી છે. બહારની એજન્સીએ આવીને કાર્યવાહી કરવી પડે તે દારૂબંધીના સ્થાનિક અમલ સામે આંગળી ચીંધે છે.જાગૃત નાગરિકો અને સ્થાનિકઆગેવાનોમાં એવી લાગણી પ્રવર્તી રહી છે કે જિલ્લા પોલીસ વડાએ માત્ર ગુનો નોંધીને સંતોષ ન માનતા, સંબંધિત બીટ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ થતું હતું કે કેમ તેની સમીક્ષા કરવી જોઈએ. ફરજમાં બેદરકારી જણાય તો જવાબદાર કર્મીઓ સામે ખાતાકીય પગલાં લેવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો