android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Banaskantha : થરામાં ભોંયરામાં છુપાવેલા રૂપિયા 3.66 લાખનાં ફટાકડા ઝડપાયા

calendar_todayOctober 16, 2026

Banaskantha : થરામાં ભોંયરામાં છુપાવેલા રૂપિયા 3.66 લાખનાં ફટાકડા ઝડપાયા

દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે થરા શહેરમાં ગીચ વસ્તી વચ્ચે જીવલેણ બેદરકારીનો પર્દાફાશ થયો છે. શહેરના મણિભદ્ર વીર શોપિંગ સેન્ટરના ભોંયરામાં ગેરકાયદે રીતે ખડકી રાખવામાં આવેલા લાખો રૂપિયાના ફ્ટાકડા પર બનાસકાંઠા એસઓજીએ દરોડો પાડી મોટી દુર્ઘટના થતી અટકાવી છે.પ્રાપ્ત વિગતો મુજબ, ગત તા. 15મી ઓક્ટોબરે એસઓજીની ટીમ થરા વિસ્તારમાં નિયમિત ચેકિંગમાં હતી ત્યારે ખાનગી રાહે મળેલી માહિતીના આધારે શોપિંગ સેન્ટરના ભોંયરામાં આવેલી એક દુકાનની ઝપતી લેવામાં આવી હતી. અંદર નજર કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સાંકડા ભોંયરામાં કોઈપણ જાતની ફાયર સેફ્ટી વિના જુદી જુદી કંપનીના અત્યંત જ્વલનશીલ ફ્ટાકડાના બોક્સના ઢગલા જોવા મળ્યા હતા. તપાસમાં બહાર આવ્યું કે, દુકાનદાર પાસે ફ્ટાકડા રાખવા કે વેચવા માટેનું કોઈ કાયદેસરનું લાયસન્સ નહોતું. એટલું જ નહીં, આગ બુઝાવવાના સાધનો કે સક્ષમ તંત્રનું સેફ્ટી સર્ટિફ્કિેટ પણ નહોતું. જો દિવાળીની ભીડ વચ્ચે અહીં નાનકડી પણ ચિનગારી પડી હોત તો આખું માર્કેટ આગની લપેટમાં આવી શક્યું હોત. આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ. 3,66,950ની કિંમતનો જથ્થો કબજે કર્યો છે. જેમાં લેપર્ડ કિંગ ઓરિજિનલના 1,140 પેકેટ, ન્યૂ જુલી સરકાર એટમ બોમ્બના 23 પેકેટ અને ટાઈમિંગ સ્કાય માર્શલ એટમ બોમ્બના 535 પેકેટનો સમાવેશ થાય છે.આ પ્રકરણમાં ભક્તિનગર સોસાયટીના રહેવાસી રાજેશકુમાર ચીમનલાલ મહેશ્વરીની સંડોવણી ખુલતાં થરા પોલીસે તેની સામે ભારતીય ન્યાય સંહિતા અને એક્સ્પ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડની તજવીજ હાથ ધરી છે. ગેરકાયદેસર ફ્ટાકડા નો સંગ્રહ કરનાર આરોપી એવો બચાવ કર્યો હતો કે દિવાળીના વેચાણ માટે હંગામી પરવાનગી લેવાની હોવાથી અગાઉથી માલ મંગાવ્યો હતો, પરંતુ તેની પાસેથી ખરીદીના આધારભૂત બિલ પણ મળ્યા નથી. દિવાળી ટાણે ગેરકાયદે ફ્ટાકડાના સંગ્રહ સામે પોલીસે લાલ આંખ કરતાં વેપારીઓમાં ફ્ફ્ડાટ ફેલાવા પામ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો