android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Banaskantha: ભાભર ન.પાલિકાનું રૂ.5.11 કરોડની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે પસાર

calendar_todayMarch 12, 2026

Banaskantha: ભાભર ન.પાલિકાનું રૂ.5.11 કરોડની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે પસાર

ભાભર નગર પાલિકા ની ટર્મ 14 માર્ચ 2026 ના રોજ પુર્ણ થાય છે પાલિકાના વહિવટ માટે ભાભર મામલતદારની નિમણુક કરવામાં આવી છે. ચુટાયેલી બોડીની ટર્મ 14 માર્ચે પુરી થતાં આજે છેલ્લા દિવસે ગુરુવારે ભાભર પાલિકાના સભાખંડમાં બજેટ અંગેની મીટીંગ બોલાવી હતી. જેમાં 18 સભ્યો હાજર રહ્યા હતા બજેટ વંચાણે લઈ બજેટ મીટીંગ ચાલુ કરવામાં આવી હતી. વર્ષ 2025/26 નું સુધારેલ બજેટ અંદાજીત આવક 42 કરોડ અને જાવક 46 કરોડ આંકવામાં આવી હતી. અંદાજીત 9 કરોડ જેવી ઉઘડતી સિલક રહી હતી જ્યારે વર્ષ 2026/27 ના બજેટ માં 34.30 કરોડ આવક અને 34.07 કરોડ જાવક સાથે અંદાજીત 5.11 કરોડની પુરાંત વાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટ ની મીટીંગ માં 24 પૈકી 18 સભ્યો હાજર રહ્યા હતા.તમામ સભ્યોએ બજેટને સહમતી આપતા ભાભર નગરપાલિકા નું વર્ષ 2026/27 નું રૂપિયા 5.11 કરોડ પુરાંત વાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. બજેટ મીટીંગ માં ચીફ્ ઓફ્સિર પાયલબેન દેસાઈ અને પાલિકાના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો