android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Banaskantha : દિયોદર હાઈવે પર ખાતરનો જથ્થો ઝડપાયો, પોલીસે સિમ્બોલ વગરના 775 કટ્ટા સીઝ કર્યા

calendar_todayMarch 11, 2026

Banaskantha : દિયોદર હાઈવે પર ખાતરનો જથ્થો ઝડપાયો, પોલીસે સિમ્બોલ વગરના 775 કટ્ટા સીઝ કર્યા

બનાસકાંઠા જિલ્લામાં દિયોદર હાઈવે પર ખાતરનો મોટો જથ્થો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસે કાર્યવાહી કરીને ખાતર ભરેલી એક ટ્રક ઝડપી પાડી હતી.

મોટી માત્રામાં ખાતરનો જથ્થો મળી આવ્યો

માહિતી મુજબ SOG પોલીસને મળેલી બાતમીના આધારે હાઈવે પર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખાતર ભરેલી ટ્રકને અટકાવી ચકાસણી કરતા તેમાં મોટી માત્રામાં ખાતરનો જથ્થો મળી આવ્યો હતો. આ ટ્રક હૈદરાબાદ તરફ જતી હોવાનું જાણવા મળ્યું છે.

સિમ્બોલ વગરના કુલ 775 કટ્ટા ખાતર મળી આવ્યા

પોલીસે ટ્રકને હૈદરાબાદ પહોંચે તે પહેલાં જ ઝડપી પાડી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી સિમ્બોલ વગરના કુલ 775 કટ્ટા ખાતર મળી આવ્યા હતા. સિમ્બોલ વગરનો ખાતરનો જથ્થો મળી આવતા શંકા ઊભી થઈ હતી.

ખેતીવાડી વિભાગના અધિકારીઓને જાણ કરાઇ

આ ઘટનાની જાણ થતાં ખેતીવાડી વિભાગના અધિકારીઓને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ અધિકારીઓએ ખાતરનો જથ્થો સીઝ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


આ પણ વાંચો----    વાંચો બપોરે 03થી સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર