calendar_todayFebruary 20, 2026
Banaskanthaના દાંતામાં 8 વર્ષના રાહુલનું કૂવામાં પડી જવાથી મોત, પરિવારજનો પર ફાટી પડ્યું આભ
બનાસકાંઠાના દાંતામાં આવેલી પીપળાવાળી વાવ વિસ્તારમાં આ કરુણ ઘટના બની હતી. જ્યાં 8 વર્ષીય બાળક રાહુલ દિનેશભાઈ ખખરીયા કૂવામાંથી પાણી ભરી રહ્યો હતો, તે સમયે અચાનક પગ લપસતા અથવા સંતુલન ગુમાવતા તે ઊંડા કૂવાના પાણીમાં ખાબક્યો હતો. કૂવામાં પાણી વધુ હોવાથી બાળક ડૂબી ગયો હતો.
કુવામાંથી પાણી ભરતી વખતે બની ઘટના
સમગ્ર ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળે-ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક અંબાજી ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરો સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારબાદ ફાયરની ટીમે ભારે જહેમત બાદ કૂવાના ઊંડા પાણીમાંથી રાહુલના મૃતદેહને બહાર કાઢ્યો હતો. માસૂમ પુત્રના મોતના સમાચાર મળતા જ પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું.
મૃતદેહને પીએમ અર્થે CHC સેન્ટરમાં ખસેડાયો
આ સમગ્ર ઘટના મામલે પોલીસે નોંધ લઈ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નજીકના સીએચસી (CHC) સેન્ટર ખાતે ખસેડ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં કૂવાઓ પર સુરક્ષા વ્યવસ્થાના અભાવે અવારનવાર આવી દુર્ઘટનાઓ સર્જાતી રહે છે, જેમાં વધુ એક માસૂમનો ભોગ લેવાયો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો