calendar_todayFebruary 6, 2026
Banaskantha : CM ભુપેન્દ્ર પટેલ શનિવારે અંબાજી-દાંતા રોડ પર 16 ફૂટ ઊંચા ત્રિશૂળનું કરશે લોકાર્પણ, 950 કરોડના વિકાસ કાર્યનું કરશે ખાતમુહૂર્ત
આવતીકાલે શનિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે છે. તેમનો પ્રવાસ સૌપ્રથમ અંબાજીથી શરૂ થશે, જ્યાં સીએમ સુવર્ણ શિખર ધારી મંદિરમાં દર્શન કરશે.
સીએમ રૂ. 950 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે
અંબાજી ખાતે સીએમ રૂ. 950 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમ અંતર્ગત અનેક રોડ, પાણી પુરવઠા અને સ્થાનિક વિકાસ સંબંધિત પ્રોજેક્ટોનો અધિકારિક આરંભ કરવામાં આવશે.
16 ફૂટ ઊંચા ઉત્તર કાશીની પ્રતિકૃતિ સમાન ત્રિશૂલનું લોકાર્પણ કરશે
અંબાજી-દાંતા માર્ગ પર સ્થાપિત કરાનાર 16 ફૂટ ઊંચા ઉત્તર કાશીની પ્રતિકૃતિ સમાન ત્રિશૂલનું લોકાર્પણ પણ સીએમ કરશે. આ ત્રિશૂલ પ્રદેશના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વનું પ્રતીક માનવામાં આવે છે.
ડાંગીયા ઉત્તમપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરશે
ત્યાર બાદ સીએમ દાંતીવાડાના ડાંગીયા ઉત્તમપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરશે. નોંધનીય છે કે, શાળાની બીજા ધોરણમાં અભ્યાસ કરતી દીકરી સામ્યા પ્રજાપતિએ વીડિયો કોલ દ્વારા સીએમને શાળામાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણને ધ્યાનમાં લઈ સીએમ આવતીકાલે શનિવારે શાળામાં જઈ બાળકો સાથે મુલાકાત કરશે.
આ પણ વાંચો---- Gandhinagar News: 5.14 લાખ નવા લાભાર્થીઓ આંગણવાડીની વિવિધ યોજનાથી લાભાન્વિત