android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Banaskanthaમાં વાહનચાલકો પર મોંઘવારીનો પડ્યા પર પાટુ જેવો ફટકો, IRM કંપનીએ CNG ના ભાવમાં ઝીંક્યો સીધો રૂ. 4 નો વધારો!

calendar_todayOctober 25, 2026

Banaskanthaમાં વાહનચાલકો પર મોંઘવારીનો પડ્યા પર પાટુ જેવો ફટકો, IRM કંપનીએ CNG ના ભાવમાં ઝીંક્યો સીધો રૂ. 4 નો વધારો!

બનાસકાંઠા જિલ્લાના વાહનચાલકો અને સમાન જનતા માટે વધુ એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં ગેસ વિતરણ કરતી IRM ગેસ કંપની દ્વારા CNG (કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) ના ભાવમાં ફરી એકવાર મોટો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવ વચ્ચે સસ્તા વિકલ્પ તરીકે CNGનો ઉપયોગ કરતા ઓટોરિક્ષા ચાલકો, ટેક્સી ચાલકો અને ખાનગી વાહનમાલિકો માટે આ સતત ભાવવધારો ભારે આર્થિક બોજ સમાન બની રહ્યો છે.

પ્રતિ કિલો રૂ. 4 નો સીધો વધારો, ભાવ વધીને રૂ. 98.94 પહોંચ્યો

કંપની દ્વારા કરવામાં આવેલા આજના ભાવવધારા બાદ બનાસકાંઠા જિલ્લામાં CNG ના ભાવમાં પ્રતિ કિલો રૂ. 4 નો સીધો વધારો અમલી બન્યો છે. આ વધારા સાથે જ અગાઉ પ્રતિ કિલો રૂ. 94.94 ના ભાવે મળતું CNG હવે વધીને રૂ. 98.94 પ્રતિ કિલોની સપાટીએ પહોંચી ગયું છે. ગેસના ભાવો અચાનક રૂ. 100ની ઐતિહાસિક સપાટીની સાવ નજીક પહોંચી જતાં વાહનચાલકોમાં ભારે આક્રોશ અને ચિંતા જોવા મળી રહી છે.

એક જ મહિનામાં બીજી વખત ભાવવધારો થતાં વાહનચાલકોમાં રોષ

સૌથી મહત્વની બાબત એ છે કે IRM કંપની દ્વારા છેલ્લા એક જ મહિનાના ટૂંકા ગાળામાં આ બીજી વખત CNG ના ભાવ વધારવામાં આવ્યા છે. વારંવાર થતાં ભાવવધારાના કારણે દૈનિક કમાણી કરતા રિક્ષાચાલકો અને ટ્રાન્સપોર્ટરોનું માસિક બજેટ સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગયું છે. સ્થાનિક વાહનચાલકો અને વેપારીઓ દ્વારા આ મનસ્વી રીતે કરવામાં આવેલા ભાવવધારા સામે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે અને કંપની દ્વારા વધારો પરત ખેંચવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

આ પણ વાંચો : Rajkot News : રાજ્યમાં ઓછા વરસાદ અંગે મંત્રી કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, "જરૂર પડશે ત્યાં સરકાર દુષ્કાળ જાહેર કરશે!"