android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Banaskantha News : ગેનીબેન ઠાકોરની સ્પષ્ટ જાહેરાત, ઠાકોર સમાજમાં 2027 સુધી DJ પરનો પ્રતિબંધ યથાવત રહેશે

calendar_todayFebruary 8, 2026

Banaskantha News : ગેનીબેન ઠાકોરની સ્પષ્ટ જાહેરાત, ઠાકોર સમાજમાં 2027 સુધી DJ પરનો પ્રતિબંધ યથાવત રહેશે

બનાસકાંઠાના ભાભર ખાતે મળેલી ઠાકોર સમાજની મહત્વની બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોરે સામાજિક કુરિવાજો અને નિયમોને લઈને કડક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સમાજ દ્વારા અગાઉ નક્કી કરવામાં આવેલા 16 નિયમોમાં વર્ષ 2027 સુધી કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. ખાસ કરીને લગ્ન પ્રસંગોમાં ડીજે (DJ) વગાડવા પરનો પ્રતિબંધ યથાવત રહેશે. ગેનીબેને સમાજ વતી વ્યક્તિગત રીતે ટકોર કરતા કહ્યું કે, જો ડીજે વગાડવું હોય તો એક જ જગ્યાએ રાખીને વગાડી શકાય છે, પરંતુ વરઘોડા કે અન્ય જાહેર પ્રવૃત્તિઓમાં તેના પરની રોક યથાવત રહેશે.

સમાજના નિયમોમાં કોઈ ફેરફાર નહીં

આ તકે ગેનીબેને પરંપરાગત ઢોલ વગાડનારાઓનો પક્ષ લેતા માર્મિક નિવેદન આપ્યું હતું કે, જ્યારે ડીજે આવ્યા ત્યારે પણ ઢોલ વગાડનારાઓએ ક્યારેય એવી ફરિયાદ નથી કરી કે તેમની રોજગારી બંધ થઈ ગઈ છે. તેમણે સમાજના દરેક વ્યક્તિને સામાજિક બંધારણનું પાલન કરવાની અને નિયમોમાં શિસ્ત જાળવવાની સ્પષ્ટ ચેતવણી આપી છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં થતા બિનજરૂરી ખર્ચાઓ પર લગામ લગાવવાનો અને પરંપરાગત મૂલ્યોને જાળવી રાખવાનો રહ્યો હતો.

આ પણ વાંચો : Ahmedabad ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, 40 કિલો ચોરેલી ચાંદી સાથે મુખ્ય આરોપી ઝડપાયો