android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Banaskantha News: 8 લુખ્ખા તત્ત્વો પર પોલીસની ગાજ, આ રીતે મચાવ્યો હતો આતંક!

calendar_todayOctober 21, 2026

Banaskantha News: 8 લુખ્ખા તત્ત્વો પર પોલીસની ગાજ, આ રીતે મચાવ્યો હતો આતંક!

સોશિયલ મીડિયા પર ફેમસ થવા અને ભયનો માહોલ ઊભો કરવા માટે હથિયારો લહેરાવતા અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. આબુ રોડ-અંબાજી સરહદ પર રીકો પોલીસે મોટી કાર્યવાહી કરીને બે અલગ-અલગ ગુનાઓમાં સંડોવાયેલા કુલ 8 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

સ્કૂટી સવાર યુવકો પર અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો

બનાસકાંઠાના અંબાજી વિસ્તાર નજીક આવેલા હાઈવે પરથી પસાર થઈ રહેલા નિર્દોષ સ્કૂટી સવાર યુવકો પર અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે ગુનો નોંધી આરોપીઓ સામે તપાસ શરૂ કરી હતી.

હથિયારો સાથે ડાન્સ અને રીલ્સ બનાવનારા સામે કડક કાર્યવાહી

બીજી ઘટનામાં 28 ઓક્ટોબરના રોજ ખુલ્લેઆમ તલવાર અને છરી જેવાં ઘાતક હથિયારો લહેરાવીને ડાન્સ કરતી રીલ્સ બનાવી સોશિયલ મીડિયા પર ભય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે 3 અન્ય યુવકોની પણ કડક કલમો હેઠળ ધરપકડ કરી છે. ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવાયેલી 3 મોટરસાયકલ અને ઘાતક હથિયારો પણ પોલીસે જપ્ત કર્યા છે.

Banaskantha News: Abu Road Police Arrest 8 Miscreants Over Ambaji Highway Attack

સેંકડો CCTV અને સાયબર ટીમની મદદ

સિરોહી SP અજેય સિંહ રાઠોડના કડક આદેશ બાદ DSP જીતેન્દ્ર સિંહ રાઠોડ અને PI લક્ષ્મણ સિંહ ચંપાવતની ટીમે સ્પેશિયલ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે સેંકડો સીસીટીવી કેમેરાના ફૂટેજ અને સાયબર ટેકનિકલ ડેટાની મદદથી ગણતરીના દિવસોમાં જ તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે. કાયદો હાથમાં લેનારાઓ સામે પોલીસે કડક સંદેશ આપ્યો છે.


આ પણ વાંચો: Banaskantha News: પાલનપુર હિટ એન્ડ રનનો ભેદ ઉકેલાયો, ત્રણનો ભોગ લેનાર ટેન્કર ચાલક ઝડપાયો!