android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Banaskantha News : લોક અદાલતમાં એક જ દિવસમાં 8207 કેસોનો નિકાલ થયો, 32.55 કરોડનું સેટલમેન્ટ

calendar_todaySeptember 14, 2026

Banaskantha News : લોક અદાલતમાં એક જ દિવસમાં 8207 કેસોનો નિકાલ થયો, 32.55 કરોડનું સેટલમેન્ટ

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પાલનપુર દ્વારા 12 સપ્ટેમ્બર 2026ના રોજ તમામ પ્રકારના દીવાની તથા સમાધાનલાયક ફોજદારી કેસો માટે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક અદાલતને બનાસકાંઠા જિલ્લાના પક્ષકારો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને અધ્યક્ષ એન. આર. જોષીના સઘન પ્રયત્નોથી પ્રી-લીટીગેશનના ટ્રાફિક ચલણના કુલ 2286 કેસો સહિત કુલ 2908 કેસોનું સમાધાન કરવામાં આવ્યું હતું, જેમાં 6,43,24,109.60ના સેટલમેન્ટનો હુકમ કરવામાં આવ્યો હતો.

કુલ 8207 કેસોનો નિકાલ કરવામાં આવ્યો

બનાસકાંઠા જિલ્લાની વિવિધ અદાલતોમાં ચાલુ કેસોમાંથી કુલ 5299 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં . 26,12,47,782.20નું સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, મોટર અકસ્માત વળતર સંબંધિત કુલ 52 કેસોમાં સમાધાન થતાં રૂા. 5,55,50,000/-નું વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આમ, પ્રી-લીટીગેશન તથા લીટીગેશન મળી લોક અદાલત મારફતે કુલ 8207 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. 

વળતર ચૂકવવાના હુકમ કરવામાં આવ્યા

આ લોક અદાલતમાં કૂલ 32,55,71,891.80ની રકમના સેટલમેન્ટ/વળતર ચૂકવવાના હુકમ કરવામાં આવ્યા હતા. આ લોક અદાલતને સફળ બનાવવા બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા તમામ માનનીય ન્યાયાધીશો, વકીલો, બેંક તથા ઈન્શ્યોરન્સ કંપનીઓના અધિકારીઓ તેમજ કોર્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓએ સક્રિય સહયોગ આપી સખત જહેમત ઉઠાવી હતી.લોક અદાલતના માધ્યમથી પક્ષકારોને ઝડપી, સરળ અને પરસ્પર સંમતિથી વિવાદોના નિરાકરણનો લાભ મળ્યો હતો.

આ પણ વાંચોઃ Anand Rain Update: જિલ્લામાં ધોધમાર વરસાદ, બોરસદમાં 2 કલાકમાં 4.7 ઈંચ વરસાદથી જળબંબાકાર