calendar_todayMay 4, 2026
Banaskantha News: ડીસામાં તલાટી લાંચ લેતા પકડાયા, કિર્તી પ્રજાપતિને ACBએ રંગેહાથે ઝડપી પાડ્યા
ગુજરાતમાં લાંચિયા બાબુઓ અને કર્મચારીઓેને પકડી પાડવા માટે લાંચ રૂશ્વત બ્યુરો સક્રિય છે. છાશવારે લાંચ લેનારા ACBના હાથે ઝડપાતા હોય છે. ત્યારે બનાસકાંઠામાં ACB દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડીસાના રામપુરા(દામા)માં એક તલાટી લાંચ લેતા ઝડપાયા છે. તલાટી કિર્તી પ્રજાપતિએ 15 હજારની લાંચ માંગી હતી.
કીર્તિ પ્રજાપતિએ માગી હતી 15 હજાર લાંચ
બનાસકાંઠામાં ડીસા તાલુકાના રામપુરા (દામા) ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કિર્તી પ્રજાપતિએ ફરિયાદી પાસે વિકાસ કામોના બિલ પાસ કરવા માટે 15 હજાર રૂપિયાની લાંચ માગી હતી. ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા નહીં હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. ACBએ તલાટીને લાંચ લેતા પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. જેમાં તલાટી કિર્તી પ્રજાપતિ ફરિયાદી સાથે હેતુલક્ષી વાત કરી લાંચની રકમ લેતા રંગેહાથે ઝડપાઈ ગયા હતાં.
આ પણ વાંચોઃ Gujarat Weather Update : 4થી 8મે સુધી હવામાનમાં પલટો આવશે, ભારે પવન સાથે વરસાદની શક્યતા : અંબાલાલ પટેલ