android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Banaskantha News: અમીરગઢના આદિવાસી સમાજમાં DJ પર પ્રતિબંધ, લગ્નમાં DJ વગાડશે તેને 51 હજાર દંડ

calendar_todayMay 5, 2026

Banaskantha News: અમીરગઢના આદિવાસી સમાજમાં DJ પર પ્રતિબંધ, લગ્નમાં DJ વગાડશે તેને 51 હજાર દંડ

બનાસકાંઠા જિલ્લામાં અગાઉ ઠાકોર સમાજ દ્વારા બંધારણ બનાવવામાં આવ્યું હતું અને ત્યાર બાદ DJ વગાડવા મુદ્દે વિવાદો સામે આવી રહ્યાં છે. હવે જિલ્લામાં આદિવાસી સમાજ દ્વારા બંધારણ બનાવવામાં આવ્યું છે.આદિવાસી સમાજના આગેવાનોએ એક મહત્ત્વની બેઠક યોજીને સમાજનું પ્રથમ બંધારણ તૈયાર કર્યું છે.જેમાં વરઘોડા અને લગ્ન પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ અને ઘોંઘાટ પર લગામ કસવા માટે DJ વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.

લગ્નમાં DJ વગાડશે તેને 51 હજાર દંડ

આદિવાસી સમાજના આગેવાનો દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય મુજબ જો કોઈ પરિવાર નિયમનો ભંગ કરી લગ્ન પ્રસંગે DJ વગાડશે તો તેને રૂપિયા 51000નો દંડ ફટકારવામાં આવશે.આટલું જ નહીં, આર્થિક દંડની સાથે કડક સામાજિક પગલાંની પણ જોગવાઈ કરવામાં આવી છે.જો કોઈ આ નિયમ માનવા તૈયાર નહીં થાય, તો ગ્રામજનો અને સમાજના લોકો તે પરિવાર સાથે તમામ પ્રકારના વ્યવહાર બંધ કરી દેશે.

અમીરગઢના અંતરિયાળ ગામડાઓમાં આ નિર્ણયને ભારે આવકાર

આદિવાસી સમાજના આગેવાનોનું માનવું છે કે, લગ્ન પ્રસંગોમાં DJ પાછળ થતો મોટો ખર્ચ ગરીબ પરિવારો પર દેવાનો બોજ વધારે છે.મોડી રાત સુધી વાગતા DJને કારણે શાંતિનો ભંગ થાય છે અને યુવા પેઢી પર તેની વિપરીત અસર પડે છે.સમાજની પરંપરાગત સંસ્કૃતિ અને વાદ્યોનું મહત્વ જળવાઈ રહે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. અમીરગઢના અંતરિયાળ ગામડાઓમાં આ નિર્ણયને ભારે આવકાર મળી રહ્યો છે.આદિવાસી સમાજ દ્વારા લેવામાં આવેલો આ આકરો અને શિસ્તબદ્ધ નિર્ણય અન્ય સમાજો માટે પણ ઉદાહરણરૂપ બનશે તેમ મનાઈ રહ્યું છે.


આ પણ વાંચોઃ Surat News: 41 વર્ષનો વ્યક્તિ લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો, લગ્ન મંડપથી દાગીના લઇ ફરાર