android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Banaskantha News: કાણોદર પાસે EV લોડિંગ રિક્ષામાં ભીષણ આગ, આઈસ્ક્રીમની ડિલિવરી દરમિયાન સર્જાયો અકસ્માત

calendar_todayMay 12, 2026

Banaskantha News: કાણોદર પાસે EV લોડિંગ રિક્ષામાં ભીષણ આગ, આઈસ્ક્રીમની ડિલિવરી દરમિયાન સર્જાયો અકસ્માત

બનાસકાંઠાના કાણોદર-પાલનપુર હાઈવે પરથી પસાર થઈ રહેલી એક ઈલેક્ટ્રિક લોડિંગ રિક્ષામાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. પાલનપુરની એક ખાનગી આઈસ્ક્રીમ કંપનીની ડિલિવરી કરવા જઈ રહેલી આ રિક્ષામાં અધવચ્ચે જ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખી રિક્ષા આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી.

ચાલકની સતર્કતાથી ટળી મોટી જાનહાનિ

આગ લાગતી જોઈ રિક્ષાચાલકે ગભરાવાને બદલે અત્યંત સમયસૂચકતા દાખવી હતી. રિક્ષા ચાલુ હોવા છતાં ચાલકે તુરંત જ કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. રિક્ષાચાલક સમયસર બહાર નીકળી જતાં તેનો આબાદ બચાવ થયો છે અને સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, હાઈવે પર રિક્ષા સળગતી હોવાને કારણે વાહનચાલકોમાં થોડો સમય ડરનો માહોલ જોવા મળ્યો હતો.

શોર્ટ સર્કિટના કારણે રિક્ષા બળીને ખાખ

આ ભીષણ આગમાં રિક્ષા સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. પ્રાથમિક તપાસમાં આ આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આઈસ્ક્રીમનો જથ્થો અને રિક્ષા બંનેને ભારે નુકસાન પહોંચ્યું છે. હાઈવે પર હાજર લોકોએ આ અંગે સ્થાનિક તંત્રને જાણ કરી હતી, પરંતુ ત્યાં સુધીમાં રિક્ષા માત્ર લોખંડના માળખામાં ફેરવાઈ ગઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો