android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Banaskantha News : વાવ થરાદમાં SOG પોલીસની મોટી કાર્યવાહી, 5 કિલોથી વધુના હેરોઇન સાથે એકની ધરપકડ

calendar_todayFebruary 28, 2026

Banaskantha News : વાવ થરાદમાં SOG પોલીસની મોટી કાર્યવાહી, 5 કિલોથી વધુના હેરોઇન સાથે એકની ધરપકડ

વાવ-થરાદ SOGએ મહેન્દ્ર રાજપૂતની ધરપકડ કરી છે અને માદક પદાર્થોના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે, હેરોઇન આપનાર ત્રણ લોકો સામે કાર્યવાહી કરાઈ છે, આ હેરોઈન કયાંથી લાવ્યા તે દિશામાં પોલીસની તપાસ ચાલુ છે. થરાદ પોલીસ મથકે NDPS એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ડ્રગ્સ મુક્તિ માટે નવા સેન્ટર ખોલવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે

સંઘવીએ ઉમેર્યું હતું કે, ડ્રગ્સના દુષણ સામે લડવા માટે સરકારે માત્ર કાયદાકીય કાર્યવાહી જ નહીં, પણ માનવીય અભિગમ પણ અપનાવ્યો છે. ડ્રગ્સની આદતનો ભોગ બનેલા યુવાનોને જેલમાં મોકલવાને બદલે, સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં પોલીસ કમિશનરશ્રીના અધ્યક્ષ સ્થાને તેમના પરિવાર સાથે મળીને કાઉન્સેલિંગ દ્વારા તેમને ફરી મુખ્ય પ્રવાહમાં લાવવાના પ્રયાસો કરવામાં આવે છે. અસરગ્રસ્તોને સ્થાનિક સ્તરે જ મદદ મળી રહે તે માટે આ વર્ષના બજેટમાં દરેક જિલ્લામાં ડ્રગ્સ મુક્તિ માટે નવા સેન્ટર ખોલવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટે ATS અને અન્ય એજન્સીઓ સતત સતર્ક છે

આ બાબતે વિગતે માહિતી આપતા મંત્ર કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં સમગ્ર રાજ્યમાં ૧,૬૪૭ ગુનાઓ નોંધાયા છે, જેમાં આશરે ૪૧,૦૦૦ કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત આશરે રૂ. ૩,૭૨૭ કરોડ થાય છે. છેલ્લા બે વર્ષમાં જામનગર અને કચ્છ જિલ્લામાં ૧૩૫ ગુનાઓ હેઠળ ૩૦૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને રૂ. ૨૪૪.૫૯ કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. મંત્રી વેકરિયાએ ઉમેર્યું હતું કે, દરિયાઈ માર્ગે થતી ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટે ATS અને અન્ય એજન્સીઓ સતત સતર્ક છે. 'ડ્રગ્સને ઉગામો અને પકડનારને પ્રોત્સાહન' ના સૂત્ર સાથે ગુજરાત સરકાર યુવા પેઢીને બચાવવા કટિબદ્ધ છે.


આ પણ વાંચો : Gandhinagar News : 14 થી 15 વર્ષની દીકરીઓને સર્વાઈકલ કેન્સરથી બચાવવા માટે વિનામૂલ્યે રસી આપવાનો રાષ્ટ્ર વ્યાપી પ્રારંભ