calendar_todayJuly 9, 2026
Banaskantha News: પાલનપુરમાં આતંકવાદ વિરુદ્ધ આક્રોશ, VHPએ રેલી યોજી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ભાગળ ગામેથી ગુજરાત ATS દ્વારા આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા શંકાસ્પદ શખ્સોની ધરપકડ કરવામાં આવ્યા બાદ સમગ્ર પંથકમાં સનાટો અને ભારે રોષ વ્યાપી ગયો છે. આ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓના વિરોધમાં હવે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો ખુલ્લેઆમ મેદાને આવ્યા છે, અને આતંકવાદી તત્વો સામે કડક પગલાં લેવાની માગ કરી રહ્યા છે.
VHPની વિશાળ રેલી: કલેક્ટર કચેરી ગુંજી ઉઠી
આતંકવાદના વિરોધમાં અને દેશવિરોધી પ્રવૃત્તિઓ ડામી દેવાના આહવાન સાથે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો મોટી સંખ્યામાં પાલનપુરના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. VHP દ્વારા એક વિશાળ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના નારાઓ સાથે આ રેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં કાર્યકરોએ કલેક્ટરને રૂબરૂ મળીને એક ઉગ્ર આવેદનપત્ર પાઠવ્યું હતું.

તપાસ કરવા અને કડક કાર્યવાહીની ઉગ્ર માગ
આવેદનપત્રમાં વીએચપીએ માગ કરી છે કે, ભાગળ ગામ સહિત જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં ચાલી રહેલા ધાર્મિક શાળામાં તાત્કાલિક ધોરણે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે. આ શાળાઓમાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ કે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ ચાલતી હોય તો તેને તાકીદે ડામી દેવામાં આવે. આ સાથે જ ઝડપાયેલા આતંકીઓ સાથે જોડાયેલા તમામ સ્થાનિક નેટવર્કને નેસ્તનાબૂદ કરી તેમની સામે દેશદ્રોહનો ગુનો નોંધી કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો - Gujarat Rain Updates: ભારે વરસાદથી રાજ્યના 168 રસ્તાઓ બંધ, વાહનચાલકોના હાલ બેહાલ