android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bank Holiday : બેન્કના કામ માટે આટલું જાણી લો, જુઓ ફેબ્રુઆરી 2026માં Bank Holidayની સંપૂર્ણ યાદી

calendar_todayJanuary 31, 2026

Bank Holiday : બેન્કના કામ માટે આટલું જાણી લો, જુઓ ફેબ્રુઆરી 2026માં Bank Holidayની સંપૂર્ણ યાદી

ફેબ્રુઆરી મહિનામાં બેન્ક સંબંધિત કામને લઈને આ માહિતી જરૂર મદદ કરશે. 28 દિવસના ફેબ્રુઆરી મહિનામાં કયારે બેન્ક ખુલ્લી હશે અને કયારે બંધ રહેશે તે જાણવું જરૂરી છે. બેન્કના કામો પતાવવા હોય તો RBIની આ માહિતી તમને જરૂર કામ લાગશે. તમારી પાસે બેંકિંગ સંબંધિત કોઈ કામ હોય, તો બેંક રજાઓની યાદી તપાસવાનું ભૂલશો નહીં. RBI ની યાદી અનુસાર ફેબ્રુઆરીમાં આ દિવસોમાં બેન્કો બંધ રહેશે. ફેબ્રુઆરી માટે બેંક રજાના સંપૂર્ણ કેલેન્ડરની જુઓ યાદી.

ફેબ્રુઆરી મહિનામાં 9 દિવસ બેંકો બંધ

ફેબ્રુઆરી એ વર્ષનો સૌથી ટૂંકો મહિનો છે. અન્ય મહિનાઓની સરખામણીએ ફેબ્રુઆરીમાં બેન્કમાં રજા ઓછી હશે. બેંક રજાઓ ફક્ત રાજ્યો સુધી મર્યાદિત હોય છે, અને તે રાજ્ય-વિશિષ્ટ અથવા તહેવાર-સંબંધિત હોય છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દર મહિને રાજ્ય-વિશિષ્ટ બેંક રજાઓની જાહેરાત કરે છે. RBI ની યાદી અનુસાર 28 દિવસના ફેબ્રુઆરી મહિનામાં વિવિધ કારણોસર બેંકો કુલ 9 દિવસ બંધ રહેશે. આમાં જાહેર રજાઓ, રવિવાર અને બીજા અને ચોથા શનિવારનો સમાવેશ થાય છે.

RBI અનુસાર ફેબ્રુઆરીમાં આ દિવસે બેન્કમાં રજા રહેશે

  • 1 ફેબ્રુઆરી (રવિવાર) – દેશભરની બધી બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે.
  • 14 ફેબ્રુઆરી (શનિવાર) – બીજા શનિવારે દેશભરની બધી બેંકો બંધ રહેશે.
  • 15 ફેબ્રુઆરી (રવિવાર) – બધી બેંકો સાપ્તાહિક ધોરણે બંધ રહેશે.
  • 18 ફેબ્રુઆરી (બુધવાર) – લોસાર તહેવાર નિમિત્તે સિક્કિમની બધી બેંકોમાં રજા રહેશે.
  • 19 ફેબ્રુઆરી (ગુરુવાર) – છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે મહારાષ્ટ્રની બધી બેંકો બંધ રહેશે.
  • 20 ફેબ્રુઆરી (શુક્રવાર ) – અરુણાચલ પ્રદેશ અને મિઝોરમમાં રાજ્ય સ્થાપના દિવસની રજા રહેશે.
  • 22 ફેબ્રુઆરી (રવિવાર) – રવિવાર દેશની બધી બેંકો માટે સાપ્તાહિક રજા રહેશે.
  • 27ફેબ્રુઆરી (શુક્રવાર) – મણિપુરમાં લુઇ-ન્ગાઇ તહેવાર પર બેંકો બંધ રહેશે.
  • 28 ફેબ્રુઆરી (શનિવાર) – ચોથા શનિવારે દેશની બધી બેંકો બંધ રહેશે.

બેંકો બંધ છતાં નાણાંકીય વ્યવહાર કરી શકશો

ફેબ્રુઆરીમાં આ દિવસોમાં બેંકમાં રજાઓ રહેશે. પરંતુ ઓનલાઈન બેંકિંગ (UPI, IMPS, NEFT, RTGS) અને ATM દ્વારા લોકો પૈસાની લેવડદેવડ અથવા અન્ય નાણાંકીય વ્યવહારો ચાલુ રાખી શકે છે. બેંક રજાઓથી આ સેવાઓ પ્રભાવિત થશે નહીં. ફેબ્રુઆરી 2026માં ભારતમાં મોટાભાગની બેંકમાં રજાઓ રહેશે. સિક્કિમમાં 18 ફેબ્રુઆરીએ લોસર ઉજવવામાં આવશે. મહારાષ્ટ્રમાં 19 ફેબ્રુઆરીએ છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ ઉજવવામાં આવશે. મિઝોરમ અને અરુણાચલ પ્રદેશમાં 20 ફેબ્રુઆરીએ રાજ્ય સ્થાપના દિવસ ઉજવવામાં આવશે. આ રજાઓ દરમિયાન ગ્રાહકોની સુવિધા માટે ડિજિટલ બેંકિંગ સેવાઓ ઉપલબ્ધ રહેશે.


આ પણ વાંચો : Gold Silver Price Today: એક જ દિવસમાં ચાંદી એક લાખ રૂપિયા સસ્તી, સોનામાં પણ ભાવ ઘટ્યા, જાણો લેટેસ્ટ રેટ