android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bank Strike : આજે સરકારી બેન્ક કર્મચારીઓની હડતાળ, કામકાજ રહેશે ઠપ્પ

calendar_todayJanuary 27, 2026

Bank Strike : આજે સરકારી બેન્ક કર્મચારીઓની હડતાળ, કામકાજ રહેશે ઠપ્પ

જો તમારે આજે બેન્ક સાથે જોડાયેલું કોઈ જરૂરી કામ છે તો આ સમાચાર તમારે ખાસ વાંચવા જોઈએ. આજે તમે બેન્કનું કામ લઈને ઘરેથી નીકળો અને બેન્ક પર તાળુ લાગેલું જોવા મળે તો ચોંકી ના જતાં કારણ કે યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યૂનિયન્સે 27 જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે અને તેની સીધી અસર બેન્કિંગ કામકાજ પર જોવા મળી શકે છે.

બેન્કિંગ કામકાજ થશે પ્રભાવિત

આ હડતાળના કારણે બેન્કમાંથી પૈસા ઉપાડવા કે જમા કરાવવાથી લઈને બ્રાન્ચમાં કસ્ટમર સર્વિસ જેવી તમામ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. આ પરેશાની વચ્ચે તમે ઘરે બેઠા પણ સરળતાથી પોતાના કેટલાક જરૂરી બેન્કિંગ કામ સરળતાથી પૂરા કરી શકો છો. 

કેમ છે હડતાળ?

તમને જણાવી દઈએ કે દેશભરમાં મંગળવારે બેન્કિંગ કામકાજ પર અસર જોવા મળી શકે છે, કારણ કે UFBUએ 27 જાન્યુઆરીએ દેશભરમાં હડતાળ કરવાનો નિર્ણય લીધો છે. તેમની માગણી છે કે અઠવાડિયામાં 5 દિવસ કામકાજનો નિર્ણય તાત્કાલિક લાગુ કરવામાં આવવો જોઈએ, જેનાથી બેન્ક કર્મચારીઓને બે દિવસની રજા મળી શકે. બેન્ક યુનિયનો મુજબ કેન્દ્ર સરકાર અને ઈન્ડિયન બેન્ક એસોસિએશન પાસે લાંબા સમયથી આ મુદ્દાઓ પર ઘણી ચર્ચાઓ થઈ ચૂકી છે પણ અત્યાર સુધી અમારી માગણીઓને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. યૂનિયનોનું કહેવું છે કે બીજા સરકારી વિભાગોની જેમ બેન્કોમાં પણ વર્ક-લાઈફ બેલેન્સ જરૂરી છે અને 5 દિવસ કામકાજની સિસ્ટમ લાગુ કરવી જોઈએ.

આ કામકાજને થશે અસર

ઉલ્લેખનીય છે કે UFBU 9 યુનિયનોની મેઈન બોડી છે, 23 જાન્યુઆરીએ પોતાના 5 દિવસ કામકાજની માગને લઈને યુનિયને ચીફ લેબર કમિશનર સાથે એક બેઠક કરી હતી પણ કોઈ સમાધાન સામે ના આવ્યા બાદ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરવામાં આવી હતી. જો આ હડતાળથી પ્રભાવિત થતાં કામકાજની વાત કરીએ તો બેન્ક બ્રાન્ચમાં જઈને રોકડા જમા કરાવવાથી લઈને પૈસા ઉપાડવા સુધીના તમામ કામ અટકી જશે. આ સિવાય બ્રાન્ચમાં ગ્રાહકોની મદદ માટે હાજર કસ્ટમર સર્વિસને લઈને બેન્ક લોન અને અન્ય ડોક્યુમેન્ટેશન સાથે જોડાયેલા કામ પર અસર જોવા મળી શકે છે.

આ પણ વાંચો : Rajasthan : નાગૌરમાં ગેરકાયદેસર વિસ્ફોટક સામગ્રીનો કેસ, NIA અને ગૃહ મંત્રાલયની સ્પેશિયલ ટીમે કરી તપાસ