android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Baramati Plane Crash: બ્લેક બોક્સ સરળતાથી ન બળી શકે... અજિત પવારના મોત અંગે પુત્રએ ઉઠાવ્યા સવાલ

calendar_todayFebruary 19, 2026

Baramati Plane Crash: બ્લેક બોક્સ સરળતાથી ન બળી શકે... અજિત પવારના મોત અંગે પુત્રએ ઉઠાવ્યા સવાલ

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં મોત થયું. ત્યારે આ મોતને લઇને છેલ્લા ઘણા સમયથી સવાલો ઉઠી રહ્યા છે. અજિત પવારના ભત્રીજા બાદ હવે તેમના દીકરા દ્વારા પણ આ ઘટનાને લઇને સવાલો ઉઠાવ્યા છે.

બ્લેક બોક્સને નુકસાન સરળતાથી નથી થતુ- જય પવાર 

બુધવારે અજિત પવારના નાના પુત્ર જય પવારે અકસ્માતનું કારણ બનેલી "સંભવિત ગંભીર ખામી" ની સંપૂર્ણ તપાસની માંગ કરી હતી તેઓએ દાવો કર્યો હતો કે વિમાનના બ્લેક બોક્સને સરળતાથી નુકસાન થઈ શકતુ નથી. . તેમણે VSR વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ પર પણ પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. આ ઉડ્ડયન કંપની છે જે 28 જાન્યુઆરીએ બારામતી એરસ્ટ્રીપ નજીક ક્રેશ થયેલા Learjet 45XR વિમાનનું સંચાલન કરતી હતી. આ વિમાનમાં અજિત પવાર સહિત પાંચ લોકોના મોત થયા હતા.

અનિયમિતતાઓની તપાસ નિષ્પક્ષ થવી જોઇએ

જય પવારે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે બ્લેક બોક્સને સરળતાથી નુકસાન પહોંચાડી શકાતું નથી. મહારાષ્ટ્રના લોકો અકસ્માત વિશે સંપૂર્ણ અને નિષ્પક્ષ સત્ય જાણવાને પાત્ર છે. VSR એવિએશન પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતા તેમણે કહ્યું કે વિમાન કંપનીની સંભવિત ગંભીર ભૂલો અને અનિયમિતતાઓની નિષ્પક્ષ રીતે તપાસ થવી જોઈએ.

મહારાષ્ટ્રના નવા નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવાર અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતાઓએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરીને વિમાન દુર્ઘટનાની CBI તપાસની માંગ કર્યાના એક દિવસ પછી તેમનું નિવેદન આવ્યું છે.


ભત્રીજા રોહિતે પણ ઉઠાવ્યા છે સવાલ 

બીજી તરફ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ જણાવ્યું હતું કે જીવલેણ અકસ્માતમાં સંડોવાયેલા લિયરજેટ 45 વિમાનના કોકપીટ વોઇસ રેકોર્ડર (CVR) માંથી ડેટા મેળવવા માટે ખાસ સહાય માંગવામાં આવી છે.

અગાઉ NCP (શરદ પવાર) ના ધારાસભ્ય અને અજિત પવારના ભત્રીજા રોહિત પવારે આરોપ લગાવ્યો હતો કે તેમના કાકા સાથે થયેલી પ્લેન દુર્ઘટનામાં તોડફોડની શંકા છે અને અનેક નિષ્ણાંત એજન્સીઓ દ્વારા સંપૂર્ણ તપાસની માંગ કરી હતી. બુધવારે રોહિતે એમ પણ કહ્યું કે આ કેસમાં VSR કંપનીને બચાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે અકસ્માતની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી મંત્રી રામમોહન નાયડુને હટાવવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે રોહિત પવારે વિમાનના પાઇલટ કેપ્ટન સુમિત કપૂરના ટ્રેક રેકોર્ડ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. કેપ્ટન સુમિત 28 જાન્યુઆરીએ વિમાન ઉડાડી રહ્યા હતા. તેઓને દારૂની લત હતી. આ કારણોસર તેને ત્રણ વર્ષ માટે સસ્પેન્ પણ કરવામાં આવ્યો હતો.