android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Baramati Plane Crash: અજિત પવાર પ્લેન દુર્ઘટનાની CIDને સોંપાઇ તપાસ, 5 લોકોના થયા હતા મોત

calendar_todayJanuary 31, 2026

Baramati Plane Crash: અજિત પવાર પ્લેન દુર્ઘટનાની CIDને સોંપાઇ તપાસ, 5 લોકોના થયા હતા મોત

મહારાષ્ટ્રના રાજકારણમાંથી એક અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા. બુધવારે (28 જાન્યુઆરી) બારામતી વિસ્તારમાં થયેલી એક ભયાનક વિમાન દુર્ઘટનામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન થયું. આ ચકચારી ઘટનાની તપાસ હવે રાજ્યના ગુનાહિત તપાસ વિભાગ (CID) ને સોંપવામાં આવી છે.

પ્લેન લેન્ડિંગ સમયે ક્રેશ થઇ જતા મોત 

નાયબ મુખ્યમંત્રી અજિત પવાર જિલ્લા પરિષદની ચૂંટણીના પ્રચાર અર્થે મુંબઈથી સવારે 8 વાગ્યે બારામતી જવા રવાના થયા હતા. તેમને તે દિવસે ત્યાં ચાર મહત્વની બેઠકો સંબોધવાની હતી. જોકે, બારામતી એરપોર્ટ પર લેન્ડિંગની તૈયારી કરતી વખતે જ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

5 ના મોત 

આ કરુણ ઘટનામાં અજિત પવારની સાથે વિમાનમાં સવાર અન્ય ચાર વ્યક્તિઓના પણ ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જેમાં શામેલ છે:

  • સુમિત કપૂર (પાઇલટ)
  • શામ્ભવી પાઠક (સહ-પાઇલટ)
  • પિંકી માલી (એર હોસ્ટેસ)
  • વિદીપ જાધવ (અજિત પવારના બોડીગાર્ડ)

સીઆઇડીને સોંપવામાં આવી તપાસ 

દુર્ઘટના બાદ બારામતી પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. CIDના અધિક પોલીસ મહાનિર્દેશક સુનિલ રામાનંદે પુષ્ટિ કરી છે કે હવે આ કેસની ઊંડાણપૂર્વક તપાસ CID કરશે. આ ઉપરાંત, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયની AAIB અને DGCA ની ટીમોએ પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

બ્લેક બોક્સની થશે તપાસ 

તપાસકર્તાઓને ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે, જે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવામાં મહત્વની કડી સાબિત થશે. બીજી તરફ, વિમાન કંપની VSR વેન્ચર્સે દાવો કર્યો છે કે વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી નહોતી અને પાઇલટ સુમિત કપૂર પાસે 16,000 કલાકનો વિશાળ ઉડાન અનુભવ હતો.


Gold Silver Price Today: એક જ દિવસમાં ચાંદી એક લાખ રૂપિયા સસ્તી, સોનામાં પણ ભાવ ઘટ્યા, જાણો લેટેસ્ટ રેટ