calendar_todayOctober 20, 2026
Bardoali : ના વિદ્યાર્થી વિશાલ પટેલની વીર નર્મદ યુનિવર્સિટીની સ્વિમિંગ-વોટર પોલો ટીમમાં પસંદગી
બારડોલીની પી.આર.બી. આર્ટસ એન્ડ પી.જી.આર. કોમર્સ કોલેજના ખેલાડી વિશાલ શંકરભાઈ પટેલની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની સ્વિમીંગ અને વોટર પોલો એમ બંને ટીમોમાં સતત બીજી વખત પસંદગી થઈ છે. વિશાલ તા.17 થી 21 ડિસેમ્બર દરમિયાન એસ.આર.એમ. યુનિવર્સિટી ચેન્નાઈ ખાતે યોજાનારી સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. ત્યારબાદ 9 માર્ચથી 11 માર્ચ 2027 દરમિયાન યુનિવર્સિટી ઓફ કલકત્તા ખાતે યોજાનારી વોટર પોલો સ્પર્ધામાં પણ ભાગ લેશે. વિશાલને કોલેજના કાર્યકારી આચાર્ય ડો. ભાવિન પુરોહિત, બારડોલી પ્રદેશ કેળવણી મંડળના પદાધિકારીઓ તથા જિમખાના ચેરમેન પ્રા.ચિરાગભાઈ દેસાઈ તેમજ કોલેજ પરીવારે અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો