android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bavla: રૂપાલ - જેકડા રોડ પર 10 ફૂટ લાંબા અજગરની લટાર, જીવદયાપ્રેમીઓ દ્વારા રેસ્ક્યુ કરાયો

calendar_todayJanuary 29, 2026

Bavla: રૂપાલ - જેકડા રોડ પર 10 ફૂટ લાંબા અજગરની લટાર, જીવદયાપ્રેમીઓ દ્વારા રેસ્ક્યુ કરાયો

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના રૂપાલથી જેકડા જવાના માર્ગ ઉપર વેટરનિટી ડો. પ્રતાપભાઇ મીર પસાર થતા હતા. તે દરમિયાન રોડ પરથી આશરે 9થી 10 ફૂટ લાંબો અજગર દેખા દેતા તેમણે તુરત જ બાવળાના જીવદયા પ્રેમી દાદનભાઈ વ્હોરાને જાણ કરી હતી. એથી તેઓએ રૂપાલ સ્નેક રેસ્ક્યુ ટીમના નિરંજનભાઇ અને માયાભાને તાત્કાલિક સ્થળ પર બોલાવી લીધા હતા. ત્યારબાદ ભારે જહેમત બાદ કર્મીઓએ અજગરને રેસ્ક્યુ કર્યા બાદ વન વિભાગની ગાઇડ લાઇન મુજબ સુરક્ષિત જગ્યાએ મુક્ત કરવામાં આવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો