calendar_todayJanuary 30, 2026
Bavla: બગોદરા હાઈવે પર પીકઅપ વાહન અને લકઝરી બસ વચ્ચે ટક્કર, 13ને ઈજા
અમદાવાદ જિલ્લાના બાવળા બગોદરા નેશનલ હાઈવે પર વહેલી સવારે ખાનગી બસ અને બોલેરો પીકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કુલ 13 લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાંથી બે લોકોને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા
પ્રાપ્ત વિગત મુજબ બાવળા બગોદરા હાઈવે પર આવેલા રામનગર પાટિયા પાસે શુક્રવારે વહેલી સવારે ખાનગી બસ અને બોલેરો પીકઅપ વચે અકસ્માત સર્જાયો હતો જેમાં બોલેરો લઈને બાવળા ખાતે આવેલા લોકો માતાજીનો માંડવો પતાવી બાવળાથી ભાવનગર જઈ રહ્યા હતા તે દરમ્યાન રામનગર પાસે આગળ ચાલતી ખાનગી કંપનીની લગઝરી બસના ડ્રાઈવરે યુ ટર્ન મારતા બોલેરો બસ પાછળ અથડાઈ હતી રાહદારીઓ દ્વારા 108ને જાણ કરાતા 108 ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. અકસ્માતમા કુલ 13 લોકોને ઈજાઓ પહોંચી હતી જેમણે ખાનગી વાહનો અને 108 દ્વારા બાવળાના સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી બે લોકોને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. સદનશીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો