android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bayad: બાયડના અલવા પાસે ઈકોમાં લવાતો રૂ.2.58 લાખનો વિદેશી દારૂ ઝડપાયોઃ એકની ધરપકડ

calendar_todayMay 2, 2026

Bayad: બાયડના અલવા પાસે ઈકોમાં લવાતો રૂ.2.58 લાખનો વિદેશી દારૂ ઝડપાયોઃ એકની ધરપકડ

અરવલ્લી જિલ્લામાં બાયડ પોલીસ મથક વિસ્તારમાંથી જિલ્લા પોલીસે બાતમીના આધારે ઇકો ગાડીમાં લવાતો રૂ.2.58 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી એકની ધરપકડ કરી છે. જિલ્લા પોલીસની ટીમ બાયડ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, રાજસ્થાન તરફ્થી એક સફેદ રંગની ઈકો ગાડી (જીજે 06 જેક્યુ 1679) વિદેશી દારૂ ભરીે કંથારીયા, રેલ્લાવાડા, જાલોદર, અણીયોર, ધનસુરા થઇ અંદરના રસ્તે અલવા કંપા થઈને બાયડ તેનપુર તરફ્ જવાની છે. આ બાતમીના આધારે પોલીસે અલવા કંપા ગામની સીમમાં ધનસુરાથી બાયડ તરફ જતા રોડ પર વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ગાડી આવતાં જ પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકે ગાડી થોડી આગળ ઉભી રાખી તેમાંથી ઉતરીને ભાગવા લાગ્યો હતો. પોલીસે પીછો કરીને રાજેન્દ્ર બંસીલાલ ડામોર (રહે. રોબીયા, તા. ખેરવાડા, જિ. ઉદયપુર, રાજસ્થાન)ને ઝડપી પાડયો હતો, જ્યારે અન્ય બે શખ્સો અંધારાનો લાભ લઈને નાસી છૂટયા હતા. પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 46 પેટીઓ મળી આવી હતી. પોલીસે રૂ.2,58,960ની કિંમતનો વિદેશી દારૂ, રૂ. 5 લાખની ગાડી, રૂ.10 હજારનો મોબાઈલ ફોન મળી કુલ રૂ.7,68,960નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રાત્રીના અંધકારનો લાભ લઇને નાસી છૂટેલા આરોપીઓ મહેશ પરમાર (રહે. ખાડી આંબરી), પ્રવિણ (રહે. સીસોદ)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પકડાયેલો આરોપી રાજેન્દ્ર ડામોર અગાઉ પણ ગાંધીનગરના ડભોડા અને અરવલ્લીના ઈસરી પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. તેની વિરૂદ્ધ બાયડ પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો