android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bengaluru : ડ્રગ્સ વિરૂદ્ધ પોલીસનું મોટું ઓપરેશન, 3.2 કિલો MDMA જપ્ત

calendar_todayJanuary 6, 2026

Bengaluru : ડ્રગ્સ વિરૂદ્ધ પોલીસનું મોટું ઓપરેશન, 3.2 કિલો MDMA જપ્ત

બેંગલુરૂમાં પોલીસે એક મોટી એન્ટી-નાર્કોટિક્સ કાર્યવાહી કરી છે. અશોક નગર પોલીસે બે ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરીને 3.2 કિલોગ્રામ MDMA ક્રિસ્ટલ જપ્ત કર્યું છે. પોલીસના જણાવ્યા મુજબ જપ્ત માદક પદાર્થની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ 3.5 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ કાર્યવાહીથી શહેરમાં સક્રિય ડ્રગ્સ નેટવર્કને મોટો ઝટકો લાગ્યો છે.

ઓપરેશનને કેવી રીતે અંઝામ આપવામાં આવ્યો?

પોલીસને આશંકા હતી કે ન્યૂ યર સેલિબ્રેશન દરમિયાન યુવાનોને નિશાન બનાવીને નશાની સપ્લાય કરવામાં આવી રહી છે. આ ઈનપુટના આધાર પર ઓપરેશનને અંઝામ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પોલીસને 31 ડિસેમ્બર એક ગુપ્ત જાણકારી મળી હતી, જેમાં જણાવ્યું હતું કે MDMA ક્રિસ્ટલનો મોટો જથ્થો પાર્ટી માટે લાવવામાં આવી રહ્યો છે. આ સૂચનાના આધારે NDPS એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો. ત્યારબાદ પોલીસે હોસૂર રોડ સ્થિત સ્મશાન ઘાટની પાછળ શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવાની શરૂ કરી અને પ્લાન મુજબ પોલીસે વિસ્તારમાં એક શંકાસ્પદને કસ્ટડીમાં લીધો, અહીંથી સમગ્ર ડ્રગ્સ રેકેટનો ખુલાસો થયો.

પોલીસે સર્ચ ઓપરેશન ચલાવ્યું

પોલીસ કસ્ટડીમાં લેવામાં આવેલા આરોપીની જ્યારે પુછપરછ કરવામાં આવી તો તેને ઘણા મોટો ખુલાસા કર્યા. આરોપીએ સ્વીકાર કર્યો કે તેને એક સાથીની મદદથી સસ્તા ભાવમાં MDMA ક્રિસ્ટલ ખરીદ્યું હતું. તેનો ઈરાદો નવા વર્ષ દરમિયાન ઉંચા ભાવે યુવાનોને વેચવાનો હતો. આરોપીએ જણાવ્યું કે પોલીસથી બચવા માટે ડ્રગ્સને સ્મશાન ઘાટમાં છુપાડ્યું હતું. ત્યારબાદ પોલીસે તરત જ સર્ચ ઓપરેશન ચલાવ્યું.

બે આરોપીની કરાઈ ધરપકડ

તપાસ દરમિયાન 2.48 કિલો MDMA ક્રિસ્ટલ જપ્ત કરવામાં આવ્યું. તેની સાથે જ ડ્રગ્સ તસ્કરીમાં ઉપયોગમાં લેવામાં આવેલું વાહન અને 1 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો. પોલીસના જણાવ્યા મુજબ આ સામાન ડ્રગ્સની સપ્લાય અને નેટવર્કથી જોડાયેલા મહત્વના પુરાવા છે. 4 જાન્યુઆરી 2026એ પોલીસે બીજા એક આરોપીને પણ ધરપકડ કરી લીધી. ત્યારબાદ તેના ઘરમાં તપાસ કરવામાં આવી અને આ દરમિયાન ત્યાંથી 720 ગ્રામ MDMA ક્રિસ્ટલ જપ્ત કરવામાં આવ્યું. આ પ્રકારે કૂલ 3.2 કિલો MDMA પોલીસે જપ્ત કર્યું. એટલે સ્પષ્ટ છે કે બંને આરોપી મળીને મોટાપાયે ડ્રગ્સની સપ્લાય કરી રહ્યા હતા. 

આ પણ વાંચો: UP Sir Draft Voter List: યુપી વોટર લિસ્ટમાંથી કપાયા 2.89 કરોડ નામ, જાહેર થયું ડ્રાફ્ટ લિસ્ટ