android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bharuch : જંબુસર એસ.ટી. ડેપો સર્કલ પાસે ગેરકાયદે લારીઓનો અડ્ડો

calendar_todayOctober 13, 2026

Bharuch : જંબુસર એસ.ટી. ડેપો સર્કલ પાસે ગેરકાયદે લારીઓનો અડ્ડો

જંબુસર શહેરના સૌથી વ્યસ્ત અને સંવેદનશીલ ગણાતા એસ.ટી. ડેપો સર્કલ વિસ્તારમાં હાલ ગેરકાયદે પથારા અને લારીધારકોનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે. મુખ્ય માર્ગ પર શાકભાજી, ફ્ળફ્ળાદિ તેમજ અન્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા લારીવાળાઓએ ખુલ્લેઆમ અડ્ડો જમાવી દેતાં ડેપોમાં આવતી-જતી એસ.ટી. બસો, અન્ય વાહનચાલકો તેમજ રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાત સરકાર દ્વારા ગરીબ અને શ્રમજીવી વર્ગ માટે રાહતદરે ભોજન પૂરું પાડવાના ઉદ્દેશથી એસ.ટી. ડેપો સર્કલ પાસે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જોકે, આ કેન્દ્રના પ્રવેશદ્વાર અને બારીઓ આગળ જ ફ્રુટ અને શાકભાજીની લારીઓ ગોઠવી દેવામાં આવતાં શ્રમિકો માટે પણ ભારે અગવડ ઊભી થઈ છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ડેપો સર્કલ વિસ્તારમાં પોલીસ સ્ટાફ્ની સતત અવરજવર અને હાજરી રહે છે. તેમ છતાં લારીધારકોમાં જાણે કોઈનો ભય ન હોય તે રીતે બેરોકટોક રસ્તો રોકીને ધંધો ચલાવવામાં આવી રહ્યો છે. એસ.ટી. ડેપોના પ્રવેશ માર્ગ પર જ આડેધડ ઊભી રહેતી લારીઓ અને ખરીદી માટે ઊભા રહેતા લોકોના વાહનોના કારણે દિન-પ્રતિદિન ભયાનક ટ્રાફ્કિ જામ સર્જાય છે, જેના કારણે ડેપોમાં જતાં મુસાફરો અને બસો અટવાઈ પડે છે. આ અંગે જાગૃત નાગરિકો દ્વારા ધારાસભ્ય ડી. કે. સ્વામીને રજૂઆત કરવામાં આવી છતા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો