calendar_todaySeptember 18, 2026
Bharuch: પાલિકાના વૉર્ડ નંબર 1 થી 11 માં સફાઈ ઝુંબેશનું આયોજન કરાયું
ભરૂચ : ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1 થી 11 માં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ ઝૂંબેશનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ, માય ભારત વોલીન્ટીર ગૃપના મેમ્બર્સ, ભરૂચ નગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ, પદાધિકારીઓ, વિવિધ સમિતિના ચેરમેનો, વોર્ડના ચૂંટાયેલા પ્રતિનિધીઓ તેમજ અન્ય સહભાગી સંસ્થાઓએ પણ ઉત્સાહપુર્વક ભાગ લઈ શ્રમદાન કર્યુ હતુ જેનાથી સમગ્ર અભિયાનમાં જનભાગીદારી અને સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનો સુંદર સંદેશ પ્રસરીત થયો હતો. આ સહભાગિતાએ અભિયાનને વધુ વિશેષ બનાવ્યુ અને સંદેશ આપ્યો કે સ્વચ્છતા માત્ર એક અભિયાન નથી પરંતુ દરેક નાગરિકની જવાબદારી અને સેવાનો ભાવ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો