calendar_todayOctober 25, 2026
Bharuch : સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા 12 માં શરદોત્સવની ઉજવણી કરાઇ
ભરૂચ જિલ્લામાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ અને શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠન દ્વારા 12 મા શરદોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના સિદ્ધનાથ નગર સ્થિત ગરબા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના અંદાજે 600 જેટલા બ્રહ્મબંધુઓ, બહેનો અને બાળકોએ સહપરિવાર ઉપસ્થિત રહી ગરબાની રમઝટ બોલાવી હતી. શરદ પૂર્ણિમાના પાવન અવસરને અનુલક્ષીને યોજાયેલા આ ઉત્સવમાં પરંપરાગત ગરબા સાથે દૂધ-પૌઆ અને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લઈ ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો હતો. કાર્યક્રમના અંતે બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પુખ્ત વયના ખેલૈયાઓ માટે ગરબાની વિવિધ કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપી ઇનામો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પરશુરામ બ્રહ્મસમાજ અને સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના પ્રમુખ કાર્તિક વ્યાસ, જનક પટેલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ બી.કે. ભટ્ટ, ફાઉન્ડર પ્રમુખ ચિરાગ ભટ્ટ, મહામંત્રી બિપિન પટેલ, હિમાંશુ ભટ્ટ, બિપિન ભટ્ટ, લલિત શર્મા, પ્રદીપ રાવલ, બાદલભાઈ પંડયા અને મયુરેશ્વર મહેતા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શરદોત્સવની ઉજવણીથી સમાજમાં એકતાનોસંદેશ અપાયો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો