calendar_todayMay 5, 2026
Bharuch: ભરૂચ જિલ્લાનું ધો.12 સામાન્ય પ્રવાહનું 93.37 ટકા પરિણામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026 માં લેવાયેલ ધો.12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે ભરૂચ જિલ્લાનું પણ પરિણામ જાહેર થયુ છે ભરૂચ જિલ્લાનું ધો.12 સામાન્ય પ્રવાહનું 93.37 ટકા તો વિજ્ઞાન પ્રવાહનું 80.59 ટકા પરિણામ જાહેર થયુ છે.
ભરૂચ જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં કુલ 8555 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 8537 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પ્રવાહમાં 93.37 ટકા વિદ્યાર્થીઓ સફળ રહ્યા હતા.સામાન્ય પ્રવાહના પરિણામની વિગત જોતા ધો. 12 સામાન્ય પ્રવાહમાં એ-1, ગ્રેડમાં 71 વિદ્યાર્થી,એ-2 ગ્રેડમાં 454 વિદ્યાર્થી, બી-1 ગ્રેડમાં 1073 વિદ્યાર્થી, બી-2 ગ્રેડમા 1843 વિદ્યાર્થી સી-1 માં 2347, સી-2 માં 1853,ડી ગ્રેડમાં-341 અને ઈ-1 ગ્રેડમાં 7 વિદ્યાર્થીઓ નોંધાયા હતા અને એનઆઈ 584 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધો.12 સામાન્ય પ્રવાહના કેન્દ્રવાર પરિણામ પર નજર કરીએ તો અંકલેશ્વર કેન્દ્રનું 92.66 ટકા, ભરૂચ કેન્દ્રનું 90.53 ટકા, ઝાડેશ્વર કેન્દ્રનું 93.58 ટકા, જંબુસર કેન્દ્રનું 92.71 ટકા, નેત્રંગ કેન્દ્રનું 99.31 ટકા, હાંસોટ કેન્દ્રનું 91.58 ટકા, ઝઘડીયા કેન્દ્રનું 93.89 ટકા અને દહેજ કેન્દ્રનું 98.25 ટકા પરિણામ જાહેર થયુ છે.
જયારે વિજ્ઞાન પ્રવાહમાં ભરૂચ જિલ્લાનું પરિણામ 80.59 ટકા નોંધાયુ છે. આ પ્રવાહમાં કુલ 2974 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 2972 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.ભરૂચ જિલ્લામાં ધો.12 વિજ્ઞાન પ્રવાહના ગ્રેડ મુજબ પરિણામ પર નજર કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં એ-1 ગ્રેડમાં 41 વિદ્યાર્થીઓ,એ-2 માં 251, બી-1 માં 439, બી-2 માં 513 અને એનઆઈ માં 579 વિદ્યાર્થીઓ નોંધાયા છે. હવે કેન્દ્ર મુજબ પરિણામની ટકાવારી જોઈએ તો વિજ્ઞાન પ્રવાહમાં ભરૂચ કેન્દ્રનું 83.59 ટકા,અંકલેશ્વર કેન્દ્રનું 77.40 ટકા, ઝાડેશ્વર કેન્દ્રનું 88.41 ટકા અને જંબુસર કેન્દ્રનું 68.24 ટકા પરિણામ જાહેર થયુ છે. પરીક્ષામાં ઉત્તિર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી છે આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓને શાળાએથી માર્કશીટનું વિતરણ કરવામાં આવશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો