calendar_todayMarch 16, 2026
Bharuch : દહેજમાં માનસિક અસ્વસ્થ યુવતીના અપહરણ અને છેડતીના કેસમાં 2 આરોપી ઝડપાયા
ભરુચ ના દહેજ વિસ્તારમાં માનસિક અસ્વસ્થ યુવતીના અપહરણ અને છેડતીના કેસમાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. સમગ્ર મામલે દહેજ પોલીસે ઝડપભેર કાર્યવાહી કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
બે યુવકો દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું
માહિતી અનુસાર, યુવતી ચાલવા માટે બહાર નીકળી હતી ત્યારે બે યુવકો દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાને કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ દહેજ પોલીસે તપાસ શરૂ કરી હતી.
આરોપીઓને સુવા ચોકડી નજીકથી ઝડપી લેવાયા
પોલીસ તપાસ દરમિયાન આરોપીઓની ઓળખ સૌરંભસિંહ ક્રિષ્ણ બહાદુર રાજપૂત અને મુકેશ રાજેન્દ્ર યાદવ તરીકે થઇ હતી. બંને આરોપીઓને સુવા ચોકડી નજીકથી ઝડપી પાડવામાં આવ્યા હતા.
બાઈક સ્લિપ થઈ જતા ત્રણેયને ઈજા પહોંચી
તપાસમાં બહાર આવ્યું છે કે બંને આરોપીઓએ યુવતીનું બાઈક પર અપહરણ કર્યું હતું. જોકે ભાગવાનો પ્રયાસ દરમિયાન બાઈક સ્લિપ થઈ જતા ત્રણેયને ઈજા પહોંચી હતી. બાદમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓને કાબૂમાં લીધા હતા.
પોલીસ તપાસ શરુ
દહેજ પોલીસે સમગ્ર મામલે અપહરણ અને છેડતીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા ઘટનાના તમામ પાસાઓની તપાસ ચાલુ રાખવામાં આવી છે..
આ પણ વાંચો--- Kutch : 54000 મેટ્રિક ટન ગેસનો જથ્થો લઇને શિવાલિક જહાજ મુંદ્રા પોર્ટ પર પહોંચ્યું, નંદાદેવી જહાજ આવતીકાલે ભારત પહોંચશે
.