calendar_todaySeptember 2, 2026
Bharuch: રૂા.2.42 લાખના મુદ્દામાલ સાથે ઘરમાં જુગાર રમતા 19 ઝડપાયા
ભરૂચ એલસીબીની ટીમ હાલમાં તહેવારોના દિવસો હોઈ શહેર-જિલ્લામાં અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ કરે છે.દરમિયાનમાં એએસઆઈ સંજય તેમજ કોન્સ્ટેબલ નિમેષને ચોક્કસ બાતમી મળી હતી કે, ટંકારિયા ગામે ગોડર સ્ટ્રીટ ખાતે રહેતોરફીક સાપા તેના જૂના મકાનમાં બહારથી માણસો બોલાવી પત્તાપાનાનો જુગાર રમાડે છે. જેના પગલે તેમણે એલસીબી પીઆઈ મનિષ વાળાને જાણ કરતાં તેમના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર. કે. ટોરાણી તેમની ટીમે સ્થળ પર દરોડો પાડયો હતો. તેઓ રફીક સાપાના ઘર પાસે પહોંચતાં ઘરને ચારેય તરફથી ઘેરી દરવાજા પાસે જતાં દરવાજો ખુલ્લો જણાયો હતો.
જેથી તેઓએ અંદર પ્રવેશી પહેલાં માળે જતાં ત્યાં કેટલાંક લોકોએ ટોળું વળી જુગારની મહેફીલ જમાવી હોવાનું જણાયું હતું. ટીમે જુગારનો અડ્ડો ચલાવનાર રફીક સુલેમાન સાપા (રહે. ટંકારીયા સાપા ફળિયુ) સહિત કુલ 19 જુગારિયાઓને ઝડપી પાડી સ્થળ પરથી ક્લબમાં વપરાતા 151 ટોકન કોઈન, સહિત પ્લાસ્ટીક-સ્ટીલની 12 ટોકરી, બે બોર્ડ, સીલ પેક્ કેટ તેમજ વપરાયેલી કેટ સહિત કુલ 1.25 લાખના 17 મોબાઈલ તેમજ 1.16થી વધુની રોકડ મળી કુલ 2.42 લાખ કરતાં વધુનો મુદ્દામાલ ટીમે જપ્ત કર્યો હતો. પોલીસે નોંધ્યું હતું કે, અગાઉ ટંકારિયામાં પોલીસ દ્વારા જુગારના અડ્ડા પર રેડ પાડવામાં આવતાં પોલીસ પર હુમલો થવાની ઘટનાઓ બની હતી.
જેના પગલે ટીમે તમામને પાલેજ પોલીસ મથકે ખસેડયાં હતાં. પ્રાથમિક પુછપરછમાં રફીકે કબુલ્યું હતું કે, તે તેના જૂના ઘરમાં રમાડતાં જુગારના અડ્ડા પર રમવા આવતાં બહારના વ્યક્તિઓ પાસેથી એન્ટ્રી ફી તરીકે પહેલાં 500 રૂપિયા લેતો હોય છે.જે બાદ તે દરેક વ્યક્તિને 4 હજાર રોકડા લઈ તેના બદલામાં કોઈન આપો હતો. જે બાદ પણ તે જુગારીયાઓ પાસેથી દર કલાકના 500 રૂપિયા લેતો હોવાની પણ તેણે કબુલાત કરી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો