calendar_todaySeptember 2, 2026
Bharuch: સાંસરોદ નજીક પેટ્રોલ પંપ પર રૂા.4300 નું પેટ્રોલ પુરાવી કારચાલક ફરાર
પાલેજ : ભરૂચના પાલેજ નજીક આવેલા કરજણના સાંસરોદ ગામ પાસે શિવમ પેટ્રોલ પંપ પર એક નંબર વગરની કારના ચાલકે પેટ્રોલ પુરાવ્યા બાદ ત્યાં હાજર પેટ્રોલ પંપ કર્મીને નાણાં ચુકવ્યા વગર કાર ચાલક ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. એક બ્લેક કલરની ફોરવ્હીલ કારમાં રૂા.4300 નું પેટ્રોલ પુરાવ્યા બાદ ચાલકે પૈસા ચુકવ્યા વગર કાર હંકારી દીધી હતી. ખાસ વાત એ છે કે કારમાં નંબર પ્લેટ પણ ન હોવાનું સામે આવ્યુ છે. સમગ્ર ઘટના પેટ્રોલ પંપના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે અને ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મિડીયા પર વાયરલ થઈ રહ્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો