android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bharuch:APO ઍવૉર્ડ માટે અંકલેશ્વરના અશોક પંજવાણીની પસંદગી કરાઈ

calendar_todayJanuary 3, 2026

Bharuch:APO ઍવૉર્ડ માટે અંકલેશ્વરના અશોક પંજવાણીની પસંદગી કરાઈ

અંકલેશ્વરની બેઇલ કંપનીના વાઇસ પ્રેસિડન્ટ અશોક પંજવાણીને ઉત્પાદકતા હિમાયતી શ્રેણી હેઠળ એશિયન પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઇઝેશન (APO) નેશનલ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાનને માન્યતા આપતા APO એવોર્ડ સમિતિએ તેમની પસંદગી કરી છે.

APO એવોર્ડ સમિતિએ અન્ય પહેલો ઉપરાંત ટકાઉપણું અને કચરા વ્યવસ્થાપનમાં તેમના સમર્પિત હિમાયતને માન્યતા આપતા અનેક પ્રતિષ્ઠિત નોમિનીમાંથી તેમની પસંદગી કરી છે. એશિયન પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઇઝેશન (APO) એ એક આંતર-સરકારી સંસ્થા છે, જેની સ્થાપના 1961 માં પરસ્પર સહયોગ દ્વારા એશિયા-પેસિફ્કિ ક્ષેત્રમાં ઉત્પાદકતા વધારવા માટે કરાઈ હતી. APO ના 21 દેશો સભ્યો છે અને તેનું મુખ્ય કાર્યાલય જાપાનના ટોક્યોમાં છે. એશિયન પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઇઝેશન (APO) નેશનલ એવોર્ડ એ એક પ્રતિષ્ઠિત વ્યક્તિગત સન્માન છે, અશોક પંજવાણીને ઉત્પાદકતા હિમાયતીઓ માટે APO નેશનલ એવોર્ડ માટે પસંદ કરાયા છે, જે નીતિ, વ્યૂહાત્મક વિચારસરણી, નેતૃત્વ અને વ્યવસ્થાપનમાં તેમના યોગદાન બદલ છે, આ એવોર્ડ ઉચ્ચ-સ્તરીય ઉત્પાદકતા એજન્ડાને આગળ ધપાવતા વિચારશીલ નેતાઓ, નીતિ નિર્માતાઓ અને વ્યૂહરચનાકારને માન્યતા આપે છે. આ એવોર્ડ મે 2026 માં નવી દિલ્હી ખાતે યોજાનારી APO કોન્ફરન્સ દરમિયાન આપવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો