android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bharuch : અંકલેશ્વર GIDC માં જાહેર રસ્તા ઉપર અડચણરૂપ દબાણો હટાવાયા

calendar_todayOctober 13, 2026

Bharuch : અંકલેશ્વર GIDC માં જાહેર રસ્તા ઉપર અડચણરૂપ દબાણો હટાવાયા

અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને નોટીફાઇડના સંયુક્ત પ્રયાસથી મુખ્ય જાહેર માર્ગો ઉપર થયેલ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. એઆઈએ દ્વારા ટ્રાફ્કિ સમસ્યાને અડચણરૂપ હોય તેવા લારી ,હંગામી ગલ્લા,દુકાન ધારકોને ઈએસઆઈસી હોસ્પિટલ સામે ખુલ્લા ગ્રાઉન્ડમાં હંગામી ધોરણે વ્યવસ્થા કરવામાં આવી છે. મેદાનમાં લાઈટ,પાણી અને કચરા તેમજ પાર્કિગ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ જાહેરાત છેલ્લા 30 દિવસથી કરવામાં આવી રહી છે . એઆઈએ અને નોટીફાઇડનો હેતુ એટલો જ છે રહેણાંક વિસ્તારમાં ટ્રાફ્કિ સમસ્યા હળવી થાય, ગંદકી કે રોગ ના ફેલાય દરેક લોકોને એકજ સ્થળે દરેક વસ્તુ મળી જાય તેમજ રહેણાંક વિસ્તાર સ્વચ્છ અને સ્વાસ્થ્ય રહે ખાસ તો સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે. આ બધી સમસ્યાઓના નિરાકરણ માટે આજે ખાસ દબાણ દૂર કરવાની મુહિમ હાથ ધરવામાં આવી હતી જેમાં એઆઈએ , નોટિફાઈડ અને પોલીસ તંત્ર સાથે સંયુક્ત દબાણ હટાવો કામગીરી કરવામાં આવી હતી.આ ડ્રાઈવ કરતા પહેલા ઘણી નોટિસો આપી હતી આખરે આજે 4 કરતા વધુ ટ્રેક્ટર ટ્રેલર જેટલો સામાન દબાણ કર્તાઓ પાસેથી કબજે કરવામાં આવ્યો હતો.આ દબાણ ડ્રાઇવ સવારે 10.30 થી બપોરે 4 વાગ્યા સુધી ચાલી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો