calendar_todaySeptember 18, 2026
Bharuch: GNFCની વાર્ષિક સામાન્ય સભા વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા યોજાઈ
ગુજરાત નર્મદા વેલી ફ્ર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GNFC), ભરૂચની 50મી વાર્ષિક સામાન્ય સભા (AGM) બુધવાર, 16 સપ્ટેમ્બર, 2026 ના રોજ બપોરે 3.00 વાગ્યે વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા યોજાઈ હતી. શેરધારકોને સંબોધતા, આ વાર્ષિક સામાન્ય સભાના અધ્યક્ષ એમ. કે. દાસ,IAS, એ ડિજિટલ પ્લેટફોર્મદ્વારા AGMમાં હાજરી આપવા અને કંપનીમાં સતત વિશ્વાસ રાખવા બદલ બોર્ડ ઓફ્ ડિરેક્ટર્સ વતી તમામ સહભાગીઓનો આભાર માન્યો હતો. તેમણે વૈશ્વિક આર્થિક પડકારો વચ્ચે કંપનીની મજબૂતી વિશે વાત કરતાં સતત વિકાસ માટે એક મહત્વાકાંક્ષી રોડમેપ રજૂ કર્યો. નાણાંકીય વર્ષ 2025-26 દરમિયાન,GNFCએ રૂા. 7,773 કરોડની આવક, રૂા.1,065 કરોડનો ટેક્સ પહેલાંનો નફો (PBT), અનો રૂા.797 કરોડનો ટેક્સ પછીનો ચોખ્ખો નફો (PAT) મેળવ્યો છે, જેમાં શેર દીઠ કમાણી (EPS)રૂા.54.27 રહી છે. સભાના અંતે, મેનેજીંગ ડિરેક્ટર સંજીવ કુમાર,IASએ ભારત સરકાર, ગુજરાત સરકાર, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ્ ઇન્ડિયા (SEBI), નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL), સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડિયા) લિમિટેડ (CDSL),સ્ટોક એક્સચેન્જો, કેફ્નિ ટેક્નોલોજીસ લિમિટેડ અને તમામ હિતધારકોનો તેમના સતત સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો