android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bharuch LCBની પાલેજમાં મોટી કાર્યવાહી, રૂ.19.28 લાખના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક ઝડપાયો

calendar_todaySeptember 18, 2026

Bharuch LCBની પાલેજમાં મોટી કાર્યવાહી, રૂ.19.28 લાખના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક ઝડપાયો

ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે ગુનાખોરી અને ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે લાલ આંખ કરી છે. ભરૂચ LCBએ પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડી બુટલેગિંગના નેટવર્ક પર સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને કુલ રૂ. 19,28,240 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સફળ કામગીરીને પગલે સમગ્ર ભરૂચ જિલ્લાના બુટલેગરોમાં આંતંક અને ફફડાટ વ્યાપી ગયો છે.

4,920 બિયરના ટીન, વાહન અને મોબાઈલ જપ્ત

દરોડા દરમિયાન પોલીસે ટાટા એસ પિક-અપ વાહનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો અને 4,920 નંગ બિયરના ટીન સહિતનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ઘટનામાં પોલીસે હેમચંદ શ્યામલાલ તોતૂરામ કૌશલ નામના આરોપીની સ્થળ પરથી અટકાયત કરી છે. પોલીસે દારૂ-બિયરના જથ્થા ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલ ટાટા એસ પિક-અપ વાહન અને મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે.

ફરાર આરોપીની શોધખોળ શરૂ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂના નેટવર્કમાં અન્ય એક સાગરીત પણ સામેલ છે, જે હાલ પોલીસની પકડથી ફરાર થઈ ગયો છે. પાલેજ પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો પ્રોહિબિશનનો ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે અંગે LCB દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Morbiના હળવદમાં જમીનમાંથી ગરમ હવા નીકળવાનું રહસ્ય ઉકેલાયું, GSIની તપાસમાં મોટો ખુલાસો