android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bharuch News: અંકલેશ્વરના NH 48 પર હીટ એન્ડ રનની ઘટના, યુવતીનું મોત, 2 ઈજાગ્રસ્ત

calendar_todayOctober 21, 2026

Bharuch News: અંકલેશ્વરના NH 48 પર હીટ એન્ડ રનની ઘટના, યુવતીનું મોત, 2 ઈજાગ્રસ્ત

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જ્યાં એક પૂર ઝડપે જઈ રહેલા અજાણ્યા વાહન ચાલકે મોપેડ સવાર લોકોને જોરદાર ટક્કર મારી હતી. આ ભીષણ ટક્કરને કારણે મોપેડ પર સવાર 3 લોકો રસ્તા પર ફંગોળાયા હતા, જેમાં એક 20 વર્ષીય યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

શ્રમજીવી પરિવાર પર આભ તૂટ્યું

ઘટનાની મળતી માહિતી અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા આ શ્રમજીવી લોકો મૂળ મધ્ય પ્રદેશના વતની છે. તેઓ રોજિંદા કામ અર્થે અંકલેશ્વરના પાનોલી વિસ્તારમાં આવેલા કામધેનુ એસ્ટેટ તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં NH 48 પર અજાણ્યા વાહને તેમની મોપેડને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં યુવતીના મોત ઉપરાંત અન્ય બે લોકોને શરીરના ભાગો પર નાની-મોટી ઇજાઓ પહોંચી છે, જેને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે.

Bharuch News: Ankleshwar NH 48 Accident, 20-Year-Old Girl Dead

પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી

ઘટનાની જાણ થતા જ સ્થાનિક ગ્રામ્ય પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને કબ્જે કરી પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપ્યો છે અને ઈજાગ્રસ્તોના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે. અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની અને વધુ તપાસ કરવાની કવાયત તેજ કરી છે.

Bharuch News: Ankleshwar NH 48 Accident, 20-Year-Old Girl Dead


આ પણ વાંચો: Bharuch: દક્ષિણ ગુજરાતની સહકારીતાને કોનું ગ્રહણ લાગ્યું? વાલિયાની 186.48 કરોડની ગણેશ સુગર ફેક્ટરી હરાજીમાં મુકાઈ