android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bharuch Rain Update: આમોદ-જંબુસરમાં મેઘ મહેર, ધોધમાર વરસાદથી રસ્તાઓ જળમગ્ન

calendar_todaySeptember 18, 2026

Bharuch Rain Update: આમોદ-જંબુસરમાં મેઘ મહેર, ધોધમાર વરસાદથી રસ્તાઓ જળમગ્ન

ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસર પંથકમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. છેલ્લા ત્રણ દિવસના વિરામ બાદ વહેલી સવારે જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આમોદ અને જંબુસર પંથકમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

અનેક વિસ્તારો જળમગ્ન, મુખ્ય બજારમાં સન્નાટો

વહેલી સવારે પડેલા ભારે વરસાદના કારણે આમોદ શહેર અને જંબુસર શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વરસાદી ઝાપટાં અને ભરાયેલા પાણીના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે.

Bharuch Rain Update: Heavy Rain in Amod-Jambusar, Streets Waterlogged, Farmers Rejoice

આમોદના મુખ્ય બજારમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું, જેને કારણે વહેલી સવારથી જ બજારોમાં સન્નાટો છવાઈ ગયો હતો. ખરાબ હવામાન અને પાણી ભરાવાની સ્થિતિને કારણે મુસાફરો અને ખરીદી માટે આવનારા લોકોએ બહાર જવાનું ટાળ્યું હતું.

Bharuch Rain Update: Heavy Rain in Amod-Jambusar, Streets Waterlogged, Farmers Rejoice

ખેડૂતોના ઉભા પાકને મળ્યું જીવનદાન, ચિંતા ઘટી

એક તરફ શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, તો બીજી તરફ આ વરસાદ અન્નદાતા એટલે કે ખેડૂતો માટે વરદાન સાબિત થયો છે. લાંબા વિરામ બાદ ખેતીલાયક સારો વરસાદ વરસતા ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે. આ વરસાદથી કપાસ, તુવેર સહિતના મહત્વના ઉભા પાકને મોટા પાયે ફાયદો થયો છે. મેઘરાજાના પુનરાગમનથી ખેડૂતોની ચિંતા ઘટી છે, અને તેમની મહેનતને નવુ જીવન મળ્યું છે.

Bharuch Rain Update: Heavy Rain in Amod-Jambusar, Streets Waterlogged, Farmers Rejoice


આ પણ વાંચો: Bharuch News: દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર વહેલી સવારે ત્રિપલ અકસ્માત, ફાયર વિભાગે બસ ડ્રાઈવરનું રેસ્ક્યૂ કર્યું