android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bhavnaga: બગદાણા મારપીટ કેસ, SIT ની તપાસમાં જયરાજ આહિરની સંડોવણી સાબિત થતા ધરપકડ

calendar_todayJanuary 24, 2026

Bhavnaga: બગદાણા મારપીટ કેસ, SIT ની તપાસમાં જયરાજ આહિરની સંડોવણી સાબિત થતા ધરપકડ

ભાવનગર જિલ્લાના બગદાણામાં નવનીત બાલધીયા પર થયેલા હુમલાના કેસમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જાણીતા લોકસાહિત્યકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિરની SIT દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસને આ મામલે જયરાજ વિરુદ્ધ મજબૂત પુરાવાઓ મળતા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

જયરાજ આહિરની SIT દ્વારા ધરપકડ

નવનીત બાલધીયાને માર મારવાના કેસની તપાસ માટે ખાસ રચાયેલી SITની ટીમે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં જયરાજ આહિરની સંડોવણીના અનેક પાસાઓ સામે આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર પુરાવાઓને આધારે ધરપકડ કરવામાં આવી છે.

પુરાવાઓની કડી અને SITની કાર્યવાહી

 ઘટનાસ્થળ અને તેની આસપાસની પરિસ્થિતિઓ જયરાજની હાજરી અથવા સૂચના તરફ ઈશારો કરે છે. ધરપકડ કરાયેલા અન્ય આરોપીઓ અને જયરાજ વચ્ચેના ફોન કોલ્સ અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ પોલીસને મળી આવ્યા છે.કેસ સાથે સંકળાયેલા સાક્ષીઓ અને અન્ય આરોપીઓના નિવેદનોમાં જયરાજનું નામ ખુલવા પામ્યું છે.પોલીસનું કહેવું છે કે નવનીત બાલધીયાને માર મારવાના ષડયંત્રમાં જયરાજ આહિરની સંડોવણી સ્પષ્ટપણે દેખાઈ આવે છે.

કાયદાનો ગાળિયો કસાયો

તાજેતરમાં જ જયરાજ આહિરે નિવેદન આપ્યું હતું કે તે તપાસમાં સહયોગ આપશે, પરંતુ SIT દ્વારા એકત્ર કરવામાં આવેલી ટેકનિકલ અને અન્ય ડિટેઈલ્સ તેના વિરુદ્ધ જતા પોલીસે મોડી રાત્રે તેની ધરપકડ કરી લીધી છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં જયરાજની ધરપકડ થતા સમગ્ર સૌરાષ્ટ્રમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.