calendar_todayJanuary 8, 2026
Bhavnagar: ચિત્રા, હાદાનગર કોળિયાક અને મામસો સહિતમાં વીજ રેડ, 106 વીજચોર ઝડપાયા
ભાવનગર સિટી-2 ડિવિઝનમાં આવતા વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા ચિત્રા, ઘોઘા, મામસા બસ ડિવિઝનના ગ્રાહકો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 106 વીજ ચોરો ઝડપાતા રૂપિયા 57.62 લાખના બિલ ફટકારવામાં આવ્યા હતા.
આજે શહેર વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. કુલ 42 ટીમ ત્રાટકી છે, સાથે વડોદરા અને રાજકોટની ટીમ જોડાઈ હતી. એસઆરપી તેમજ વીજ પોલીસ બંદોબસ્ત સાથે પાંચ વીડિયોગ્રાફર સાથે ચેકિંગ કરવામાં આવ્યું હતું.
જેમાં કુલ 765 કનેકશન ચેક કરવામાં આવ્યા હતા. તેમાં રહેણાંકી 709 જોડાણો પૈકી 98 કનેકશનોમાં વીજ ચોરી આચરવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું હતું. તેવી જ રીતે બિનરહેણાંકી 28 કનેકશનો ચેક કરતા 4 અને ખેતીવાડીના 28 કનેકશનો ચેક કરાતા 4 કનેકશનોમાં વીજ ગેરરીતિ આચરવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું હતું. શહેરના ચિત્રા વિસ્તારમાં હાદાનગર 11 કેવી અર્બન ફીડર નીચે આવતા મીરાનગર સહિતના વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યુ હતુ. તેવી જ રીતે ઘોઘામાં ચેકિંગ કરવામાં આવ્યુ હતુ. જેથી વીજ ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો