android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bhavnagar : અશાંતધારામાં ભ્રષ્ટાચાર મામલે 15 દિવસે ફરિયાદ, મદદનીશ કલેક્ટરે જ પોતાના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી

calendar_todayApril 3, 2026

Bhavnagar : અશાંતધારામાં ભ્રષ્ટાચાર મામલે 15 દિવસે ફરિયાદ, મદદનીશ કલેક્ટરે જ પોતાના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી

ભાવનગરમાં અશાંતધારા હેઠળ મિલકત તબદીલીના બહાને ચાલતા ભ્રષ્ટાચારના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. આખરે 15 દિવસની લાંબી તપાસ બાદ, મદદનીશ કલેક્ટર પ્રતિભા દહિયાએ પોતે જ આગળ આવીને પોતાના ડ્રાઈવર મોમીન પઠાણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલાએ સમગ્ર વહીવટી તંત્રમાં ભારે ફફડાટ ફેલાવી દીધો છે.

14 લાખની લાંચ માંગતો વીડિયો આવ્યો હતો સામે

ઘટનાની વિગત એવી છે કે, ભાવનગરના અશાંતધારો અમલી હોય તેવા વિસ્તારોમાં મિલકત તબદીલીની મંજૂરી મેળવવા માટે ડ્રાઈવર મોમીન પઠાણે લાખો રૂપિયાની માંગણી કરી હતી. થોડા દિવસો પહેલા એક સનસનાટીભર્યો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં આ ડ્રાઈવર મિલકતની મંજૂરી અપાવવાના બદલામાં 14 લાખ રૂપિયાની લાંચ માંગતો સ્પષ્ટ જોઈ શકાતો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ વહીવટી તંત્ર શંકાના દાયરામાં આવ્યું હતું.

ડ્રાઈવરની અટકાયત કરવાની તજવીજ


ઉલ્લેખનિય છે કે ડ્રાઈવરે જે પ્રકારે ઉચ્ચ અધિકારીના નામનો ઉપયોગ કરીને નાણાંની માંગણી કરી હતી, તે બાબત ગંભીર છે. પોલીસે આ મામલે ગુનો નોંધી ડ્રાઈવરની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે. આ કેસમાં અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે કેમ તે દિશામાં પણ હવે તપાસ તેજ કરવામાં આવશે.


આ પણ વાંચો---     Sanand : SMCનો મોટો ધડાકો, 1.15 કરોડનો મુદ્દામાલ જપ્ત, કુખ્યાત 'ઓબામા' સહિત 9 વોન્ટેડ