android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bhavnagar: શહેરમાં મહીં-પરીએજમાં મેન્ટેનન્સને કારણે શહેરના 40% વિસ્તારોમાં બે દિવસ પાણી કાપ

calendar_todayFebruary 5, 2026

Bhavnagar: શહેરમાં મહીં-પરીએજમાં મેન્ટેનન્સને કારણે શહેરના 40% વિસ્તારોમાં બે દિવસ પાણી કાપ

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આગામી 6 ફેબ્રુઆરી અને 7 ફેબ્રુઆરી એમ બે દિવસ માટે પાણી કાપની જાહેરાત કરવામાં આવી છે. મહીં-પરીએજ લાઈન પર મેન્ટેનન્સની તાકીદની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી શહેરના આશરે 40% વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાશે.

કયા વિસ્તારોમાં રહેશે પાણી કાપ

તરસમિયા ફિલ્ટર પ્લાન્ટ આધારિત તમામ વિસ્તારોમાં પાણીનો પુરવઠો બંધ રહેશે. જેમાં શહેરના  ભરતનગર,તરસમિયા,કાળીયાબીડ,ઘોઘા રોડ સહિતના આસપાસના વિસ્તારો મુખ્ય રહેણાંક વિસ્તારોનો સમાવેશ થાય છે.

પાણી કાપનું કારણ

મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, મહીં-પરીએજ જળ વિતરણ યોજના હેઠળની મુખ્ય પાઈપલાઈનમાં મેન્ટેનન્સ અને સમારકામની કામગીરી કરવાની હોવાથી પાણીનો ઉપાડ બંધ રાખવામાં આવશે. આ કામગીરીને કારણે તરસમિયા ફિલ્ટર સ્ટેશન સુધી પાણી ન પહોંચતા વિતરણ વ્યવસ્થા બે દિવસ માટે બંધ રાખવાની ફરજ પડી છે.

આ પણ વાંચો: Rajkot: જંગલેશ્વર દબાણ વિવાદમાં કલેક્ટરની સ્પષ્ટતા, સરકારી જમીન પચાવનારાઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની કોઈ જોગવાઈ નથી