calendar_todayFebruary 5, 2026
Bhavnagar : વ્યાજખોરોનો આતંક, 45 લાખ વ્યાજે આપી જમીન પડાવી 1.50 કરોડમાં વેચી મારી, વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના પ્રમુખ સહિત 3ની ધરપકડ
ભાવનગર શહેરમાં વ્યાજખોરોના ત્રાસ સામે વધુ એક ગંભીર મામલો સામે આવ્યો છે. ભાવનગરના ભરતનગર પોલીસ મથકમાં ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે.
45.70 લાખ રૂપિયા વ્યાજે આપી ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડી
ફરિયાદ મુજબ આરોપીઓએ 45.70 લાખ રૂપિયા વ્યાજે આપી ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડી બાદમાં તે જમીન દોઢ કરોડ રૂપિયામાં વેચી નાખી હતી.
પાંચ વિઘા જમીન સામે 45.70 લાખ રૂપિયા લીધા
ફરિયાદ અનુસાર, વર્ષ 2018માં સુરત ખાતે રહેતા ફરિયાદી રજનીભાઈ જાસોલિયાને રૂપિયાની જરૂર હોવાથી તેમણે પોતાની પાંચ વિઘા જમીન સામે 45.70 લાખ રૂપિયા લીધા હતા. આરોપીઓએ ત્રણ ટકા વ્યાજે રકમ આપી જમીન પોતાના નામે કરાવી લીધી હતી.
વર્ષ 2021માં આરોપીઓએ આ જમીન અન્ય વ્યક્તિને અંદાજે દોઢ કરોડ રૂપિયામાં વેચી મારી
પછી જમીનના ભાવમાં વધારો થતાં વર્ષ 2021માં આરોપીઓએ આ જમીન અન્ય વ્યક્તિને અંદાજે દોઢ કરોડ રૂપિયામાં વેચી મારી હતી.
વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના પ્રમુખ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ
સમગ્ર ઘટનાને લઇ ભરતનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના પ્રમુખ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
ચોથી વ્યક્તિની શોધખોળ
ભરતનગર પોલીસ દ્વારા ચોથી વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો---- Ahmedabad : ગૌ હત્યા અને હેરાફેરી સામે કાયદો પણ ગૌવંશને કતલખાને લઇ જનારા તત્વો બેફામ, જાણો ગૌવંશ હત્યાનો કાયદો કેટલો કડક છે