android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bhavnagar : ચિત્રા GIDC વિસ્તારમાં ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 2 લાખ લીટર પાણીનો છંટકાવ કરાયો

calendar_todayFebruary 21, 2026

Bhavnagar : ચિત્રા GIDC વિસ્તારમાં ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 2 લાખ લીટર પાણીનો છંટકાવ કરાયો

ભાવનગર શહેરમાં ચિત્રા GIDC વિસ્તારમાં આવેલા ફરસાણના ગોડાઉન અને તેની બાજુમાં આવેલી ટાયર્સના ગોડાઉનમાં તાત્કાલિક આગ લાગવાના બનાવને લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો. સવારના સમયે બનેલી આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આસપાસના વિસ્તારના લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.

સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નહીં

આગ લાગી તેવી જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્ન શરૂ કર્યા છે. ફાયર વિભાગે ચારથી પાંચ ગાડીઓનો ઉપયોગ કરીને ભારે પાણી છંટકાવ કર્યો અને આશરે 2 લાખ લીટર જેટલા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો છે. આગને કાબુમાં લાવવામાં ભારે જહેમત ઉઠાવવામાં આવી છે. પરંતુ સદનસીબે કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ થવા પામી નથી.

કયા કારણે લાગી આગ?

સ્થાનિકોને આગ પર કાબુ મેળવવાની કામગીરી દરમિયાન વિસ્તારમાં પ્રવેશ ન કરવા માટે સલાહ આપવામાં આવી હતી. આગ લાગવાના કારણો જાણવા માટે ફાયર વિભાગ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરાઈ છે, જોકે શક્યતા છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે. ફાયર વિભાગ અને સ્થાનિક પ્રશાસન દ્વારા આ પ્રકારની આગની ઘટનાને રોકવા માટે આગ માટેના નિયમો કડક રીતે અમલમાં મૂકવાની સલાહ આપવામાં આવી છે. આગ પછી ગોડાઉન માલિકો અને વ્યવસાયો દ્વારા નુકસાનની વિગતો એકત્રિત કરી આવનારી દિવસોમાં કંપની અને વીમા વ્યવસ્થા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો : Vadodara: સોશિયલ મીડિયાની દોસ્તીમાં પરિણીતા પાયમાલ, ગેમિંગના રવાડે ચઢેલા યુવકે 15 લાખ પડાવી આચર્યું દુષ્કર્મ