android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bhavnagar: મહુવાના મોટા ખુંટવડામાં ઢોર દૂર કરવાની બબાલમાં GRD જવાન અને PSI પર હુમલો, આરોપી સામે ફરિયાદ નોંધાઇ

calendar_todayJanuary 22, 2026

Bhavnagar: મહુવાના મોટા ખુંટવડામાં ઢોર દૂર કરવાની બબાલમાં GRD જવાન અને PSI પર હુમલો, આરોપી સામે ફરિયાદ નોંધાઇ

ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામે પોલીસ અને એક યુવક વચ્ચે ગંભીર ઝઘડો થયો હતો. ઘટનામાં રોડ પરથી માલ-ઢોર દૂર કરવા બાબતે પોલીસ દ્વારા કહેવામાં આવતા એક શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને GRD જવાન પર અને PSI પર હુમલો કર્યો હતો

 PSI રાજેશ યાદવ પર પણ આરોપીનો હુમલો

હુમલો અટકાવવા વચ્ચે પડેલા PSI રાજેશ યાદવ પર પણ આરોપીનો હુમલો થયો. આ ઘટનામાં PSI અને GRD જવાન નાગજીભાઈ ગિલાતર સહિત બંનેને ઇજા પહોંચી અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

GRD જવાનને ટાંકા આવ્યા

GRD જવાન નાગજીભાઈને માથામાં ગંભીર ઇજા લાગતાં તેમને તાત્કાલિક ટાંકા લેવામાં આવ્યા હતા. સામે પક્ષના ભાવેશ સોસલાને પણ ઇજા પહોંચી છે.

પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી

સ્થાનિક લોકોમાં આ હુમલાની ઘટના પર ભારે ચકચાર મચી ગઈ છે. PSI રાજેશ યાદવ દ્વારા ભાવેશ સોસલાના વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસ ચાલુ રાખી ઘટના માટે જવાબદાર સામે કડક કાર્યવાહી કરશે.


આ પણ વાંચો----   Surendranagar : થાનગઢમાં મધરાત્રિએ તંત્રનો સપાટો, સરકારી જમીન પર કરાયેલા 260 ગેરકાયદે દબાણો તોડી પડાયા, 210 કરોડની સરકારી જમીન દબાણમુક્ત