android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bhavnagar News : નવનીત બાલધિયાને ન્યાય અપાવવા સુરત કોળી સમાજ મેદાને, 100 ગાડીઓનો કાફલો મહુવા રવાના

calendar_todayJanuary 8, 2026

Bhavnagar News : નવનીત બાલધિયાને ન્યાય અપાવવા સુરત કોળી સમાજ મેદાને, 100 ગાડીઓનો કાફલો મહુવા રવાના

બગદાણાના સેવક નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના મામલે હવે સમગ્ર ગુજરાતમાં કોળી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. નવનીતને ન્યાય અપાવવા માટે સુરત કોળી સમાજ મેદાને પડ્યો છે અને આજે વહેલી સવારે સુરતથી 100 થી વધુ ગાડીઓના વિશાળ કાફલા સાથે સમાજના અગ્રણીઓ અને યુવાનો મહુવા જવા રવાના થયા હતા. આ કાફલો મહુવા હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા નવનીત બાલધિયાની મુલાકાત લેશે અને તેમની તબિયત વિશે પૂછપરછ કરશે. સમાજની સ્પષ્ટ માંગ છે કે આ કેસમાં કોઈ પણ પક્ષપાત વગર તપાસ કરવામાં આવે અને દોષિતોને કડક સજા થાય.

બગદાણા સેવક પર હુમલો

આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા તપાસ માટે SIT (Special Investigation Team) ની રચના કરવામાં આવી છે. જોકે, આંદોલનકારીઓની મુખ્ય માંગ એ છે કે આ હિંસક હુમલામાં સંડોવાયેલા મુખ્ય આરોપીનું નામ તાત્કાલિક ધોરણે FIRમાં ઉમેરવામાં આવે. આ મામલે આધ્યાત્મિક ગુરુ ઋષિ ભારતી બાપુએ પણ મક્કમ નિર્ધાર વ્યક્ત કરતા જણાવ્યું છે કે, "આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી પણ સમગ્ર સમાજની અસ્મિતાનો સવાલ છે. જ્યાં સુધી પીડિતને પૂરો ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત શાંત નહીં થાય." હાલમાં મહુવા અને બગદાણા પંથકમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો : Surat News : નવી સિવિલ હોસ્પિટલ રોડ પર કૂતરાનો આતંક, દરરોજ નોંધાય છે 130 થી વધુ કેસ...!